Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કોંગ્રેસની મહાસમસ્યાઃ ન વિજય પચાવી શકે છે અને ન પરાજય સ્વીકારી શકે છે

રાષ્ટ્રપતિના પ્રવચન ઉપરની ચર્ચાનો રાજયસભામાં જવાબ આપતા વડાપ્રધાન મોદીઃ કોંગ્રેસ ઉપર તીખા તમતમતા પ્રહારો : શું કોંગ્રેસ હારી એટલે દેશ હારી ગયો? કોંગ્રેસે આ પ્રકારની ભાષા બોલી મતદારોનું અપમાન કર્યુઃ ઇવીએમ ઉપર પરાજયનું ઠીકરૂ ફોડવું કેટલું વ્યાજબી છે?

નવી દિલ્હી, તા., ર૬: આજે રાજય સભામાંં રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદના પ્રવચન પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વાત જણાવી છે. તેમણે રાયબરૈલીથી વાયનાડ સુધી કોંગ્રેસને ઘેરતા કહયું હતું કે, કોંગ્રેસ હારી જાય એનો અર્થ એ નથી કે સમગ્ર દેશ હારી જાય. તેમણે પુછયુ હતું કે શું કોંગ્રેસ હારી ગઇ તો દેશ હારી ગયો?  તેમણે કહયું હતું કે ઇવીએમ વિરૂધ્ધ સમગ્ર માહોલ બનાવવામાં આવ્યો હતો. અમે પણ માનવા લાગ્યા હતા કે કંઇક તો ગરબડ છે પરંતુ વીવીપેટે ઇવીએમની તાકાતને વધારી. ન્યાય પાલીકાએ પણ ઇવીએમને લીલીઝંડી આપી છે.

વડાપ્રધાન મોદીએ કહયું હતું કે, પહેલાથી વધુ જનસમર્થન અને વિશ્વાસ સાથે અમને ફરીથી દેશની સેવા કરવાનો મોકો પ્રજાએ આપ્યો છે. હું પ્રજાનો આભાર માનું છું. આપણો મતદાર કેટલો જાગૃત છે? એ ચુંટણીએ સાબીત કરી દીધું છે.

વડાપ્રધાને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહયું હતું કે, આટલો મોટો જનાદેશ છતા લોકો એવું કહી રહયા છે કે તમે ચુંટણી જીતી ગયા પણ દેશ ચુંટણી હારી ગયો. હું સમજું છું કે આનાથી મોટુ લોકતંત્ર અને જનતા જર્નાદનનું અપમાન હોઇ ન શકે. હું પુછવા માંગુ છું કે શું વાયનાડમાં હિન્દુસ્તાન હારી ગયું? શું રાયબરૈલીમાં હિન્દુસ્તાન હારી ગયું? શું અમેઠીમાં હિન્દેુસ્તાન હારી ગયંુ? મતલબ કોંગ્રેસ હાર્યુ તો દેશ હારી ગયો?  અહંકારની પણ એક સીમા હોય છે. પપ -૬૦ વર્ષ સુધી દેશ ચલાવનાર એક પક્ષ ૧૭ રાજયોમાં એક પણ બેઠક મેળવી ન શકયો તો શું દેશ હારી ગયો?

વડાપ્રધાને કહયું હતું કે, આજે મતદાનની ટકાવારી વધવાની ચર્ચા થાય છે. પહેલા હિંસા અને બુથ કેપ્ચરીંગની ચર્ચા થતી હતી.  વડાપ્રધાને કહયું હતું કે, ૧૯૭૭માં સૌથી પહેલા ઇવીએમની ચર્ચા થઇ તો અમે રાજનીતીમાં નહોતા. ૧૯૮૮માં આજ ગૃહમાં બેઠેલા લોકોએ તેને મંજુરી આપી હતી ત્યારે પણ અમે નહોતા. ઇવીએમ પણ કોંગ્રેસે જ લાવી હતી અને હાર્યા તો રોવે છે. ઇવીએમથી બધા પક્ષોને સતામાં આવવાની તક મળી છે. ૪ લોકસભા ચુંટણીમાં પણ લોકો આજ ઇવીએમથી જીતીને આવ્યા છે. ઇવીએમ અંગે ચેલેન્જ આપવામાં આવી છે પરંતુ કોઇએ સ્વીકારી નથી. હાર્યા એટલે ઇવીએમ ઉપર ઠીકરૂ ફોડવાનું કેટલું વ્યાજબી છે?

કોંગ્રેસ હારી તો શું દેશ હારી ગયો? આવી ભાષા બોલી કોંગ્રેસે મતદારોના વિવેક પર ચોટ પહોંચાડી છે. અમારી ટીકા હોઇ શકે છે તે સ્વીકાર્ય છે. પરંતુ મતદારોનું આ પ્રકારનું અપમાન ઘણી પીડા આપે છે.

(3:20 pm IST)