Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

જબલપુરના રિટાયર્ડ SDOના ઘરે EOWના દરોડા, ધરાવે છે ૪૦૦ કરોડની સંપત્તિ

જબલપુર, તા.૨૬:મધ્ય પ્રદેશમાં રિટાયર્ડ SDO સુરેશ ઉપાધ્યાયના ઘર પર ઈકોનોમિક ઓફેન્સ વિંગ (SDO)એ મંગલવારે દરોડા પાડ્યાં. જબલપુરની ટીમે બિલહરી સ્થિત આનંદતારાના બંગલા નંબર ૪૨ પર દરોડા પાડ્યાં. EOWને સૂચના મળી હતી કે પીએચઈથી રિટાયર થયેલા અધિકારી સુરેશ ઉપાધ્યાય પાસે આવક કરતા વધુ સંપત્તિ છે. ત્યારબાદ ડીએસપી રાજયવર્ધન મહેશ્વરીના નેતૃત્વમાં ૫૦થી વધુ લોકોની ટીમે સુરેશ ઉપાધ્યાયના ઘર પર દરોડા પાડીને તપાસ શરૂ કરી છે.

EOWની ટીમે બિલહરી સ્થિત ઉપાધ્યાયના ઘર અને અન્ય ચાર સ્થળો પર દરોડા પાડ્યા છે. EOWની ટામે સુરેશ ઉપાધ્યાયના પૈતૃક નિવાસ ભાટી કજરવારા સહિત સદરમાં તેમના કાર્યાલયમાં પણ કાર્યવાહી કરી છે. તપાસમાં EOWને આવક કરતા વધુ સંપત્તિની જાણકારી મળી છે. જયારે EOWની ટીમે સુરેશ ઉપાધ્યાયના દ્યર પર દરોડા પાર્યા ત્યારે તેમનો આખો પરિવાર ઊંઘી રહ્યો હતો.

સુરેશ ઉપાધ્યાયનો બિલહારીમાં જે જગ્યાએ બંગલો છે તેની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. આ ઉપરાંત પીએચઈથી રિટાયર અધિકારી પાસે અડધા ડઝનથી વધુ ચાર પૈડાવાળા વાહન છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે પીએચ અધિકારી સુરેશ ઉપાધ્યાયે પોતાની કાળી કમાણી પત્ની, પુત્ર અને પુત્રીના નામે પણ કરી છે. જબલપુરના EOW વિભાગના ડીએસપી રાજયવર્ધન મહેશ્વરીએ જણાવ્યું કે કોર્ટથી વોરંટ મેળવ્યા બાદ સુરેશ ઉપાધ્યાયના દ્યર પર દરોડા પાડવામાં આવ્યાં. જો કે હજુ સુધી કેટલી કાળી કમાણી સુરેશ ઉપાધ્યાય પાસે છે તેનો ખુલાસો EOWએ સંપૂર્ણ રીતે કર્યો નથી.

(3:16 pm IST)