Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

૧ લાખ લોકોના નામ સામેલ નહીં

આસામ સરકારે જાહેર કરી NRC ની નવી યાદી

નવી દિલ્હી, તા. ર૬ : આસામમાં નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર (એનઆરસી)ના ડ્રાફ્ટ તૈયાર કરવાની વધારાની યાદી બુધવારે તમામ માટે પ્રકાશિત કરવામાં આવી છે. એડિશનલ ડ્રાફ્ટ ઇકસ્કલૂશન લિસ્ટમાં 1,02,462 લોકોના નામ સામેલ છે, જેમને હવે પોતાની નાગરિકતા સાબિત કરવા માટે દાવા દાખલ કરવાના છે.

 

એનઆરસી અધિકારીઓએ જણાવ્યું કે, વધારાની યાદીમાં માત્ર એ લોકોના નામ છે જે 30 જુલાઈ 2018માં રોજ પ્રકાશિત પૂર્ણ ડ્રાફ્ટ એનઆરસીમાં સામેલ છે, પરંતુ બાદમાં અયોગ્ય પુરવાર થયા છે.

એક પ્રેસ રિલિઝમાં સ્ટેટ કો-ઓર્ડિનેશને કહ્યું કે, એડિશનલ ડ્રાફ્ટ ઇકસ્કલૂશન લિસ્ટમાં 15 ફેબ્રુઆરી 2019 થી 26 જૂન 2019માં અવધિ દરમિયાન દાવા અને વાંધાને ઉકેલવા માટે આયોજિત દાવા અને વાંધાઓની પરિણામ નથી. તે માત્ર 31 જુલાઈ 2019ના રોજ પ્રકાશિત થનારા અંતિમ એનઆરસીમાં પ્રકાશિત કરવામાં આવશે. 26 જૂન 2019ના સવારે 10 વાગ્યે એડિશનલ ડ્રાફ્ટ ઇકસ્કલૂશન લિસ્ટની હાર્ડ કોપી એનઆસી સેવા કેન્દ્રો (એનએસકે) પર જનતા માટે ઉપલબ્ધ હશે.

આ ઉપરાંત, NRCના સ્ટેટ કો-ઓર્ડિનેટરનું કહેવું છે કે, જેમને બહાર રાખવામાં આવશે, તેમને વ્યકિતગત રીતે એલઓ આઈ (સેટક ઓફ ઇર્ન્ફોમેશન)ના માધ્યમથી તેમના દ્યરના સરનામે પહોંચાડવાની સાથોસાથ તેમને બહાર રાખવાના કારણ વિશે પણ માહિતગાર કરવામાં આવશે અને તેમની પાસે એ દાવો કરવાનો અવસર હોય છે કે એક નિરાકરણ અધિકારી દ્વારા તેમના મામલાની સુનાવણી થાય.

સ્ટેટ કો-ઓર્ડિનેટરે કહ્યું કે સુનાવણી 5 જુલાઈ 2019ના શરૂ થશે. સુનાવણીની તારીખ પણ હશે. એનઆરસીની વેબસાઇટ www.nrcassam.nic.in 29 જૂનથી ઓનલાઇન ઉપલબ્ધ છે. આ પ્રકારે તમામ દાવાઓને ત્યારબાદ ઉકેલાશે અને 31 જુલાઈ 2019ના રોજ અંતિમ એનઆરસીમાં એવા વ્યકિતઓના પરિણામ જાહેર કરવામાં આવશે.

(3:14 pm IST)