Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

૧ જુલાઇથી આ સ્માર્ટફોનમાં ઉપયોગ નહીં કરી શકો વોટસએપ

કંપનીએ તેના FAQ સપોર્ટ પેજ પર આપી જાણકારી

નવી દિલ્હી, તા. ર૬ :  સ્માર્ટફોન યુઝર્સની સૌથી વધુ લોકપ્રિય એપ્લિકેશન વોટ્સએપ અનેક યૂઝર્સ માટે ખરાબ સમાચાર લઇને આવી છે. કંપનીએ તેના FAQ સપોર્ટ પેઇઝ પર જણાવ્યું છે કે એન્ડ્રોઇડ વર્ઝન ૨.૩.૭ અને ઓપરેટિંગ સિસ્ટમ્સ, આઇઓએસ ૭ અને તેનાથી જુની ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ચાલી રહેલા આઇફોન પર પણ ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ બાદ વોટ્સએપ કામ કરશે નહીં,

બ્લોગમાં લખ્યું છે કે જે યૂઝર્સ આ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગ કરી રહ્યા છે તેઓ નવું એકાઉન્ટસ નવું વેરિફિકેશન, નવી એકિટવિટી કરી શકશે નહીં,વોટ્સએપે જણાવ્યું હતું કે આ જાહેરાત ફકત તે લોકો પર અસર કરશે જેઓ 6 વર્ષથી વધુ જુનો સ્માર્ટફોન યૂઝ કરે છે.

બ્લોગમાં વોટ્સએપ એ પણ લખ્યું હતું કે 31 ડિસેમ્બર 2019 પછી વિન્ડોઝ ફોનમાં વોટ્સએપ બંધ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે 1 જુલાઇ 2019માં, વિન્ડોઝ સ્ટોર પરથી વોટ્સએપને દૂર કરવામાં આવશે. સ્ટટકાઉન્ટરના અહેવાલ અનુસાર વિશ્વભરમાં માત્ર 0.24% લોકો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે

બ્લોગમાં વોટ્સએપે લખ્યું કે 31 ડિસેમ્બર 2019 વિન્ડોઝ ફોનમાં વોટ્સએપ બંધ કરવામાં આવશે. સાથે કહ્યું કે 1 જુલાઈ 2019માં Windows Storeમાંથી WhatsApp¨ને બહાર કરવામાં આવશે. સ્ટેટકાઉન્ટરના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં ખાલી 0.24 ટકા લોકો વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે. (૯.૯)

કંપનીએ જાણકારી આપતાં કહ્યું છે કે હાલના સમયમાં વોટ્સએપના 4.0.3 વર્ઝન પછીની બધી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. iphoneમાં‚ આ ios8 પછીના બધા વર્ઝન માટે ઉપલબ્ધ છે. અને KaiOS 2.5.1 પછી os પર જેમાં JioPhone અને JioPhone 2 સામેલ છે. તેના પર ચાલે છે. એકિટવ પ્લેટફોર્મ ન હોવાના કારણે Windowsમાં‚ વોટ્સએપ કયારેય પણ કામ કરવાનું બંધ કરી શકે છે.

(3:12 pm IST)