Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

હવે ગામમાં મળશે ચોખ્ખું પીવાનું પાણી: મોદી સરકાર એક લાખ ગામડાઓમાં લગાવશે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ

2024 સુધી દેશના દરેક એક ગામ સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડાશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની કોમન સર્વિસ સેન્ટર હેઠળ કાર્યરત વીએલઇની મદદથી દેશના એક લાખ ગામ સુધી પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડશે.

 પીએમ મોજીએ ગત 16 જૂને વર્ષ 2024 સુધી દેશના દરેક એક ગામ સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ આ લક્ષ્‍યને પૂરો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન લગાવવાનું શરૂ કરવા જઇ રહી છે. 

 ગામડાઓમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવા માટે સીએસસી અને ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટર (BARC) ની વચ્ચે એક સમજૂતી થઇ છે. BARC સ્વદેશી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિકસિત કરશે. જેને ગામડાઓમાં લગાવવાની જવાબદારી સીએસલી કેન્દ્ર પર હશે. એના માટે 50 ગામડાઓમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

 યોજનાના પહેલા તબક્કામાં સીએસસી કેન્દ્ર પર 50 હજાર ગામોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવાની જવાબદારી હશે. ત્યારબાદ બીજા તબક્કામાં 50 હજાર અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવશે.

(1:44 pm IST)