Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સલમાનખાન વિરૂદ્ધ લૂંટફાટ, હિંસા અને ધમકાવાનો કેસ નોંધાયો

સલમાન ફરી મુશ્કેલીમાં : લાગ્યા ગંભીર અને શ્રેણીબદ્ધ આરોપો

મુ઼બઇ, તા. ર૬ :  બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પર કાયદાકીય ગુંચવણો જાણે બંધ થવાનું નામ જ નથી લઈ રહી. હજી કેટલાક કેસનો કોઈ નિવેડો નથી આવ્યો ત્યાં નવો વિવાદ ઉભો થયો છે. મુંબઈમાં અભિનેતા વિરૂદ્ઘ અનેક ગંભીર પ્રકારના ગુનાઓને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે.

મુંબઈમાં એક વ્યકિતએ સલમાન ખાન વિરૂદ્ઘ લુંટફાટ, હિંસા, અપરાધિક ગતિવિધિઓ અને ધમકાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

સુપરસ્ટાર સલમાન ખાનને હજી થોડા દિવસ પહેલા જ વર્ષો જુના કાળિયાર કેસમાં કોર્ટમાંથી રાહત મળી છે. તો તાજેતરમાં જ થિયેટરમાં અભિનેતા પોતાના જ બોડીગાર્ડને માર મારવાને લઈને ચર્ચામાં આવ્યો હતો. સલમાન ખાને ગુસ્સામાં આવીને પોતાના જ બોડીગાર્ડને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી.

હવે અશોક પાંડે નામના એક વ્યકિતએ મુંબઈમાં સલમાન ખાન વિરૂદ્ઘ કેસ નોંધાવ્યો છે. અશોકે અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં લુંટફાટ, હિંસા, અપરાધિક ગતિવિધિઓ અને ધમકાવવા સહિતના શ્રેણીબદ્ઘ ગુનાઓનો કેસ નોંધાવ્યો છે. જેને લઈને સલમાન ખાનની મુશ્કેલીઓ આવનાર સમયમાં વધી શકે છે.

(1:13 pm IST)
  • રાજયમાં જાહેર થયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સાંજે ૬ વાગે પાર્લામેન્ટ્રી બેઠક : ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ પાલામેન્ટ્રી બોર્ડની બેઠકઃ જુનાગઢ, ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે કરાશે ચર્ચાઃ જીલ્લા પંચાયતની પાંચ બેઠક, તા.પં.ની ૫ાંચ બેઠક અંગે ચર્ચા : સીએમ રૂપાણી, જીતુભાઇ વાઘાણી સહિતના હાજર રહેશેઃ સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક access_time 1:08 pm IST

  • ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો હેતુ : ઇલેકટ્રીક વાહનો માટે ઘણી ટેકસ રાહતો જાહેર થઇ શકે : ઇલેકટ્રીક વાહનો ઉપર જીએસટી વધુ ઘટાડી દેવા પ્રયાસ access_time 4:23 pm IST

  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST