Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કબીરસિંહ ફિલ્મ પર પ્રતિબંધ મુકો : ડોકટરના વ્યવસાયને કરે છે બદનામ : મુંબઈના તબીબે કોર્ટમાં ઘા નાખી

પોલીસ ફરિયાદ કરવા સાથે કોર્ટમાં ઘા નાખી : સેન્સર બોર્ડને પણ લખ્યો પત્ર

મુંબઈ :શાહિદ કપૂરને શરાબી ડૉક્ટર તરીકે રજૂ કરતી ફિલ્મ કબીર સિંઘ સામે મુંબઇના એક પ્રતિષ્ઠિત ડૉક્ટરે કોર્ટમાં ધા નાખી છે કે આ ફિલ્મ ડૉક્ટરના પવિત્ર વ્યવસાયને બદનામ કરે છે માટે એના પર બૅન લાદવો જોઇએ.

મેડિકલ સ્ટુન્ટના પ્રેમમાં નિષ્ફળ જવાથી શરાબી બની ગયેલા એક ડૉક્ટરની કથા રજૂ કરતી આ ફિલ્મ મૂળ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. તેલુગુના ડાયરેક્ટરે જ હિન્દીમાં બનાવી છે.

ફરિયાદી ડૉક્ટરે પોલીસ ફરિયાદ કરવા ઉપરાંત કોર્ટમાં ધા નાખી છે અને સેન્સર બોર્ડને પણ વિગતવાર પત્ર લખીને ફરિયાદ કરી છે કે આવી ફિલ્મ તમે શી રીતે પાસ કરી ? અહીં એક ડૉક્ટર શરાબી અને ડ્રગનો બંધાણી દેખાડાયો છે જે સમગ્ર દાક્તરી વ્યવસાયને બદનામ કરે છે. આ ફિલ્મને અપાયેલા સર્ટિફિકેટને રદ કરીને ફિલ્મના પ્રસારણને રોકવું જોઇએ.

(12:27 pm IST)
  • બેંકોને ચુનો ચોપડનાર સંદેસરા બંધુઓ સામે ઇડીનીકાર્યવાહીઃ૯૭૭૮કરોડની પ્રોપર્ટી જપ્ત : નવી દિલ્હીઃ બેંકોના ૮૧૦૦ રૂપીયા ચાંઉ કરી જનાર વડોદરાના ઉદ્યોગપતિ સંદેસર બ્રધર્સ વિરૂધ્ધ ઇડીએ ધોકો પછાડયોઃ ૯૭૭૮ કરોડની સંપતિ જપ્ત કરીઃજેમાં લંડનમાં મોજુદ પ્રોપર્ટી અને પ્ેલેન પણ સામેલ છેઃ બંને ભાઇ ચેતન-નીતીન ફરાર છેઃ રેડકોર્નર નોટીસ જારી થઇ છે access_time 4:22 pm IST

  • અમદાવાદમાં પતિને પબજી ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નિને માર્યો માર : છેલ્લા ઘણા સમયથી સાસરીયાઓ ત્રાસ આપતાં પરણિતાએ કર્યો આપઘાતનો પ્રયાસઃ પરણીતાની ફરીયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી access_time 3:09 pm IST

  • ઇરાનના કોઇપણ હુમલાનો જડબાતોડ જવાબ મળશે : અમેરિકા access_time 4:23 pm IST