Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

UNમાં અસ્થાઈ સદસ્યતા માટે એશિયા પેસિફિકનાં 55 દેશોએ આપ્યુ સમર્થન : ભારતે માન્યો આભાર

શોશ્યલ મીડિયામાં મિશ્ર પ્રત્યાઘાત : અમુકે કહ્યું સ્થાયી સદસ્યતા કયારે મળશે ?

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાઈ સદસ્યતા માટે એશિયા પેસિફિક વિસ્તારનાં 55 દેશોએ ભારતની દાવેદારીનું સમર્થન કર્યુ છે. આ સંબંધમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતનાં સ્થાઈ પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને જાણકારી આપી છે. તેમણે કહ્યુ છેકે, 2021-22 માટે આ દેશોએ એકસુરમાં ભારતની દાવેદારી માટે સમર્થન આપ્યુ છે. તેના માટે ભારત તરફથી તે 55 દેશોનો આભાર.

  સૈયદ અકબરુદ્દીનના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિક્રિયા જોવા મળી છે. અમુક લોકોનું કહેવું છેકે, જયહિંદ સર આ ભારત માટે મહત્વની સફળતા છે તો અમુક લોકોનું કહેવું છેકે, આ સારા સમાચાર છે પરંતુ આપણે સ્થાયી સદસ્યતા જોઈએ. તો કોઈએ કહ્યુ, ચીન અને પાકિસ્તાને પણ આ મુદ્દે સમર્થન આપ્યુ છે જે સારી શરૂઆત છે.

  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 15 સદસ્ય હોય છે. જેમાં પાચ દેશોને સ્થાઈ દરજ્જો અને 10 દેશોને અસ્થાઈ દરજ્જો મળે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બ્રિટન, ચીન, ફ્રાંસ, રશિયા અને અમેરિકા સ્થાયી સદસ્ય છે. જ્યારે 10 અસ્થાઈ સદસ્યોમાંથી પાંચ દેશોની ચૂંટણી બે વર્ષનાં કાર્યકાળ માટે કરવામાં આવે છે. 10 અસ્થાઈ સીટોને દુનિયાના પાંચ રિજનલ ગ્રુપમાં વહેંચવામાં આવે છે.

  એશિયા પેસિફિક વિસ્તારમાં બે સીટો, આફ્રિકા માટે બે સીટો, કેરેબિયન અને લેટિન અમેરિકા માટે એક-એક સીટ, વેસ્ટર્ન યુરોપનાં ખાતામાં બે સીટ અને પૂર્વ યુરોપીય ગ્રુપ માટે એક સીટ આરક્ષિત છે. જાણકારોનું કહેવું છેકે, સામાન્ય રીતે કોઈ પણ મહત્વપૂર્ણ વિષય પર સ્થાઈ સદસ્ય દેશોની ભૂમિકા મહત્વ હોય છે. તેમને વીટો લગાવાવાનો અધિકાર હોય છે. જ્યારે અસ્થાઈ સદસ્ય દેશોને પોતાનું મંતવ્ય રાખવાનો અધિકાર હોય.

(12:10 pm IST)
  • પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતો સાથે ગેરવર્તણુક : ભારતે નોંધાવ્યો વિરોધ : ગેરવર્તણુકના ૬ મામલામાં નોંધાવ્યો વિરોધ : ૧૩મીએ ભારતીય રાજદૂતોનો પીછો કરાયો હતો તેમજ ઈફતાર પાર્ટીમાં પણ ગેરવર્તણુક કરાઈ હતી access_time 3:40 pm IST

  • ૩૦મી જૂને નરેન્દ્રભાઈ મોદી રેડીયો પર કહેશે મન કી બાત access_time 6:28 pm IST

  • ૨૦૧૭ રાજયસભાની ચૂંટણી મામલે હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી પીટીશનની કોપીની ખરાઈ એફએસએલ પાસે કરાવવાની હતી access_time 6:27 pm IST