Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

બ્રિટન તથા ભારતની 100 પ્રભાવશાળી મહિલાઓમાં સુશ્રી નિર્મલા સિથારમણ : બ્રિટનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણેલા ભારતના પૂર્વ રક્ષામંત્રી તથા વર્તમાન ફાઇનાન્સ મિનિસ્ટર ,ઉપરાંત બ્રિટન સ્થિત ભારતીય મૂળના સાંસદ સુશ્રી પ્રીતિ પટેલએ પણ સ્થાન મેળવ્યું : બ્રિટનના ગ્રહમંત્રી સાજીદ જાવેદએ જાહેર કરેલી યાદી

લંડન : બ્રિટન તથા ભારતની 100 પ્રભાવશાળી મહિલાઓમાં  ભારતના પૂર્વ રક્ષામંત્રી તથા વર્તમાન ફાઇનાન્સ મિનિસ્ટર સુશ્રી નિર્મલા સિથારમણએ સ્થાન હાંસલ કર્યું છે.તેમણે બ્રિટનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરેલો છે.

આ યાદીમાં સ્થાન મેળવનાર અન્ય મહિલાઓમાં  બ્રિટન સ્થિત ભારતીય મૂળના સાંસદ સુશ્રી પ્રીતિ પટેલ ,બ્રિટનના રક્ષામંત્રી પેની મોરડાઉન્ટ ,એપોલો હોસ્પિટલના સુશ્રી સુનિતા રેડ્ડી ,તથા નાસ્કોમના અધ્યક્ષ સુશ્રી દેવયાની ઘોષ સહિતનાઓનો સમાવેશ થાય છે.

સોમવારે બ્રિટન ભારત દિવસ નિમિતે બ્રિટનના ગ્રહમંત્રી સાજીદ જાવેદએ ઉપરોક્ત યાદી જાહેર કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:03 pm IST)