Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પશ્વિમ બંગાળના હાવડામાં નમાઝના વિરોધમાં રસ્તા વચ્ચે હનુમાન ચાલીસાનો પાઠ કરાયા

ભાજપ યુવા મોરચાએ હનુમાન મંદિર સામે પાઠ કર્યા

પશ્વિમ બંગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે નવા નવા મુદ્દે વિવાદ થઇ રહયો છે રોજ કોઈને કોઈ મુદ્દાઓને લઈને બંને દળોનાં કાર્યકર્તાઓ સામ-સામે આવી જાય છે. હવે હાવડાનો એક મામલો સામે આવ્યો છે. અહીં ભારતીય યુવા મોર્ચાએ રસ્તા વચ્ચે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.

   રસ્તાઓ ઉપર નમાઝ પઢવાના વિરોધને લઈને આ પગલા ભર્યા હતા. બીજેપી કાર્યકર્તાઓનું કહેવું છેકે, તેમણે આ આયોજન રસ્તાઓ રોકીને નમાઝ અદા કરવાના વિરોધમાં કર્યુ છે. બીજેપી કાર્યકર્તાઓએ આ આયોજન હનુમાન મંદિરની પાસે રસ્તા પર કર્યુ હતુ. ભારતીય જનતા યુવા મોર્ચાએ હાવડામાં વીજળી ખલની પાસે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

(11:40 am IST)