Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રાજય પ્રમાણે અલગ-અલગ જીએસટી નંબર લેવામાંથી વેપારીઓને મુકિત મળશે

મુંબઇ તા. ર૬ :.. એક જ કંપની ચાલતી હોવા છતાં અલગ અલગ રાજયમાં ગોડાઉન રાખવામાં આવે તો કંપનીએ તમામ રાજયનો જીએસટી નંબર લેવાનો હોય છે. પરંતુ મહારાષ્ટ્ર બેંચે આપેલા ચુકાદાને કારણે હવેથી રાજયમાં ગોડાઉન હશે તો તે કંપનીને જીએસટી નંબર લેવામાંથી મુકિત મળી રહેશે. આ નિર્ણયને કારણે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે.

જીએસટી લાગુ થયા બાદ એક કંપનીના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટકમાં પોતાનો માલ-સામાન રાખવા માટે પણ ગોડાઉન બનાવ્યુ હોય તો તે રાજયનો જીએસટી નંબર લેવો પડતો હોય છે. તેમજ દર મહિને તે માટેના રીટર્ન પણ ફાઇલ કરવાના થતા હોય છે. જેના લીધે વેપારીઓએ બેવડી મહેનત કરવાની સ્થિતિ ઉભી થતી હતી.

કારણ કે કંપની મુંબઇ ખાતે આવેલી હોય અને ગોડાઉનમાં માલ ગુજરાતમાં પડયો હોય તો મુંબઇની કંપનીમાંથી ભરાતા રીટર્નમાં પણ તેનો ઉલ્લેખ કરીને માલ ગુજરાત મોકલ્યાનું બતાવવુ પડતું હતું.

તેમજ ગુજરાતથી માલનું વેચાણ થયુ હોવાનું રીટર્નમાં દર્શાવવુ પડતું હતું. તેના કારણે વેપારીઓએ ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. આવા જ એક કેસમાં ગંધાર ઓઇલ રીફાઇનરીએ મહારાષ્ટ્ર બેંચ સમક્ષ રાજય પ્રમાણે અલગ અલગ જીએસટી નંબર હોવો જોઇએ નહીં તેની અપીલ કરી હતી. તે અપીલમાં મહારાષ્ટ્ર બેંચ દ્વારા કંપની અલગ અલગ રાજયમાં ગોડાઉન રાખતી હોય તો તેણે અલગ અલગ રાજય પ્રમાણે જીએસટી નંબર લેવો નહીં પડે તેવો ચુકાદો આપ્યો છે. (પ-૧૭)

અન્ય રાજયોમાં ઓફિસ ધરાવનાર કંપનીઓ  GSTના દાયરામાં આવશે

કેન્દ્ર સરકારે, એક કરતાં વધુ રાજયોમાં ઓફીસ-બ્રાન્ચ ધરાવતી કંપનીઓને GSTના દાયરામાં લાવવાની કવાયત હાથ ધરી છે. આમ, આવી કંપનીઓ પરગુડઝ એન્ડ સર્વિસ ટેકસ લાગુ પડશે. આ હેતુસર તૈયાર કરાયેલ સરકયુલરને  GST કાઉન્સિલ દ્વારા બહાલી અપાઇ છે. અને ટૂંક સમયમાં પરિપત્ર જારી કરાશે.

(11:31 am IST)