Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

છેલ્લા એક માસમાં સોનામાં તેજીના પગલે તૈયાર દાગીનાની ખરીદી ઘટી

બિલ વગરના ભાવમાં બિસ્કિટે રૂપિયા ૧૨થી ૧૩ હજારનો તફાવત

મુંબઇ, તા.૨૬: છેલ્લા એક મહિનાના અરસાથી સોનાની કિંમતમાં વધારો થયો છે. સોનાની કિંમતો ભડકે બળતા તેની અસર સ્થાનિક માર્કેટ પર પણ જોવા મળી રહી છે. સામાન્ય ગ્રાહકોએ વધતા જતા માર્કેટમાં સોનાના દાગીનાની નવી ખરીદી પર બ્રેક લગાવી દીધી છે. જેને લઇને સ્થાનિક માર્કેટમાં સોનાના દાગીનાની ખરીદી ઘટી છે.

એક મહિનાના અરસામાં સોનાના ભાવમાં સાતથી દશ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનુ પ્રતિ ઔંસ ૧૪૨૬ ડોલરની સપાટીને અડી ગયુ છે. મે મહિના પહેલા ૧૩૦૦ ડોલર આસપાસ હતુ. સ્થાનિક બજારમાં મંગળવારના રોજ ૧૦૦ ગ્રામ ગોલ્ડ બિસ્કિટ રૂપિયા ૩,૫૫,૬૦૦ની સપાટીએ રહ્યું હતુ.    આ પ્રકારે સોનાના ભાવમાં સતત થઇ રહેલા વધારાની સીધી અસર સ્થાનિક રિટેઇલ માર્કેટમાં જોવા મળી રહી છે. જાણકારો પ્રમાણે, સ્થાનિક બજારમાં બિલ સાથે તથા બિલ વગરના સોનાના ભાવમાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ બિલ સાથે સોનાનો ભાવ પ્રતિ ઔંસ રૂપિયા ૩,૫૫,૬૦૦ બોલાયો હતો, જયારે ગ્રે માર્કેટમાં ગોલ્ડ બિસ્કિટ રૂપિયા ૩,૪૨,૦૦૦ના ભાવથી વેચાણ થયુ હતુ. આ પ્રકારના ભારે તફાવતના કારણે હાલમાં ગ્રે માર્કેટના કામકાજ વધી ગયા છે. જયારે બિલસાથેના વ્યવહારોમાં દ્યટાડો જોવાયો છે. ખાસ કરીને દાગીનાની ખરીદી પર બ્રેક લાગી છે. રિ-સેલ માર્કેટમાં જુના સોનાના રૂપિયા ૩,૪૧,૦૦૦ના ભાવથી સોદા થયા હતા. આ પ્રકારે જુના સોનાના વેચાણમાં વધારો થયો હોય તથા બજારમાં અિનિૃતતા હોય વેપારીઓ દ્વારા પણ જુના સોનાની ખરીદીમાં સાવચેતી દાખવવામાં આવી રહી છે. ખાસ કરીને બેથી ત્રણ દિવસની મુદત આપી સોદા કરવામાં આવી રહ્યા છે. જાણકારો પ્રમાણે પ્રવર્તમાન સંજોગોમાં ગોલ્ડ રિફાઇનરીઓ દ્વારા પણ ઉત્પાદનમાં સાવચેતી રાખવામાં આવી રહી છે.

હાલમાં વધી રહેલા ગોલ્ડ માર્કેટ અંગે અમેરિકા- ચાઇના ટ્રેડ વોર, અમેરિકા-

ઇરાનના વણસતા સંબધો અને યુએસ ફેડરેલ દ્વારા આપવામાં આવેલા રેટ કટના સંકેત જવાબદાર પરિબળ માનવામાં આવી રહ્યા છે. વધુમાં બજારમાં અત્યંત ઝડપી વધારો નોંધાયો છે ત્યારે આગામી ટૂંકાગાળામાં બજાર આગળ વધશે કે કરેકશન નોંધાશે તે અંગે અનિશ્ચતતા છે. આ સંજોગોમાં નવા ટ્રેડિંગમાં સૌ સાવચેતી દાખવી રહ્યા છે.

મેરેજ સિઝન માટે દાગીનાની ખરીદી કરનારા હાલમાં ચિંતામાં મૂકાયા છે. જેઓ બજાર પર નજર રાખી બજાર સ્થિર થવાની રાહ જોઇ રહ્યા છે. તજજ્ઞો અચાનક જોવા મળેલી તેજીમાં નજીકના સમયમાં કરેકશનની શકયતા જોઇ રહ્યા છે.   

ખૂબ જ જરૂરિયાત હોય અને પ્રસંગોપાત ખરીદી કરવાની હોય, તેઓ જ હાલમાં ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે. વધતા જતા ભાવની અસરે ખરીદી ઘટી છે તે હકિકત છે.

(11:30 am IST)