Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સિધ્ધુના મંત્રીપદ ઉપર તોળાતો ખતરો

ચંદીગઢ, તા.૨૬: પંજાબ કોંગ્રેસમાં નવજોત સિંઘ સિધુ અને મુખ્યમંત્રી અમરિન્દર સિંઘ વચ્ચે ચાલી રહેલું યુદ્ઘ તેની ચરમસીમા પર પહોંચ્યું છે. જેના પરિણામ સ્વરુપે સીએમ અમરિન્દર સિંદ્ય હવે નવજોત સિંદ્યને મંત્રી પદથી હટાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.

પંજાબ સીએમે આ માટે કોંગ્રેસ હાઇકમાન્ડમાં ફરિયાદ કરી હતી કે, મંત્રી નવજોત સિંઘનું વલણ હવે અસહ્ય બની ગયું છે, આથી તેમને નવા વિભાગમાં શિફ્ટ કરે અથવા તેમની જગ્યાએ નવા મંત્રીને લાવે. 

બીજી તરફ સિધુ અને તેમના નજીકના મંત્રીઓ પર વિજિલેન્સ કાર્યવાહી કરી શકે છે કારણ કે પોતાના કાર્યકાળ દરમિયાન નવજોત સિંઘ સિધુએ કેટલાક મહત્વના પ્રોજેકટના એલોટમેન્ટમાં અનિયમિતતા આચરી હોવાના આરોપ છે. આ મામલે વિજિલેન્સ બ્યૂરોએ તપાસ હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મામલે સિધુ અને તેમના નજીકના મંત્રીઓ વિરુદ્ઘ તપાસ થશે. ઉલ્લેખનીય છે કે, મંત્રીઓને ખાતાની સોંપણીમાં ફેરફાર દરમિયાન સિધુએ વિજળી મંત્રી તરીકેનો કાર્યભાળ સંભાળવાથી મોં ફેરવ્યું હતું. હાલમાં પંજાબમાં પાક રોપણીની સિઝન ચાલી રહી છે જેમાં વિજળીની માંગ સતત વધી રહી છે. આવા સમયે વિજળી મંત્રીનું પદ ખાલી હોવું સરકાર માટે પણ નુકસાનકર્તા છે.

જો કે વિવાદો પછી સિધુ મીડિયા અને સોશિયલ મીડિયાથી દૂર રહેવા લાગ્યા હતા. જો કે રાહુલ-પ્રિયંકા સાથે દિલ્હીની મુલાકાત પછી તેઓ જોવા નથી મળ્યા.

(11:23 am IST)