Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

૧ ઓકટોબરથી બદલી જશે ડ્રાઇવીંગ લાઇસન્સ

માઇક્રોચીપ અને કયુઆર કોડવાળા લાઇસન્સ અને આરસી આવશેઃ આરસીનું ફોર્મેટ પણ બદલશે

નવી દિલ્હી, તા. ર૬ : ગાડી અને ડ્રાઇવરની ઓળખ સરળ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આ શ્રૃંખલામાં સોમવારે સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ સંસદમાં એક સમાન ડ્રાઇવીંગ લાઇસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ (આરસી)ના નવા નિયમો અંગેની માહિતી આપી. તેમણે જણાવ્યું કે ૧ ઓકટોબર ર૦૧૯ પછી આખા દેશમાં અપાનાર ડ્રાઇવીંગ લાઇસન્સ અને આરસી બુધ એક સરખા હશે. ૧ ઓકટોબર-ર૦૧૯થી આ નવો નિયમ લાગુ થઇ જશે.

ગડકરીએ જણાવ્યું કે નવું ડ્રાઇવીંગ લાઇસન્સ ચિપ વગરનું લેમિનેટેડ અથવા સ્માર્ટકાર્ડના સ્વરૂપમાં બહાર પડશે. આ સ્માર્ટ લાઇસન્સમાં માઇક્રોચીપ અને કયુઆર કોડ હશે, જેમાં યાતાયાત નિયમોના ભંગ અંગેની બધી માહિતી હશે. આ અંગેનું નોટીફીકેશન ૧ માર્ચ ર૦૧૯ના બહાર પાડી દેવાયું છે.

જે નોટીફીકેશન બહાર પડાયું છે તેના અનુસાર, ૧ ઓકટોબર ર૦૧૯થી આખા દેશમાં એક જ ફોર્મેટમાં ડ્રાઇવીંગ લાઇસન્સ અને આરસી આપવામાં આવશે. તેમાં આગળની બાજુ ચીપ અને પાછળની તરફ કયુઆર કોડ હશે. કયુઆર કોડથી કેન્દ્રીય ઓન લાઇન ડેટાબેઝમાંથી ડ્રાઇવર અથવા વાહનની બધી માહિતી એક ડીવાઇસ પર મળી જશે. આ ઉપરાંત ડ્રાઇવીંગ લાઇસન્સ અને આરસીનો રંગ પણ એક સરખો હશે.

(10:25 am IST)