Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રોમાન્સ નહીં મફતનું ખાવા માટે ડેટ પર જાય છે મહિલાઓઃ સર્વે

નવી દિલ્હી, તા.૨૬: લોકો ડેટ પર શા માટે જાય છે? જો આ સવાલ કોઈને પુછવામાં આવે તો તેનો જવાબ મળશે પાર્ટનર સાથે કવોલિટી ટાઈમ અને રોમાન્સ કરવા માટે. પરંતુ હકીકત તેના કરતા અલગ છે. તેમે જાણીને ચોંકી જશો કે કેટલાક લોકો માત્ર મફતનું ખાવા માટે જ ડેટ પર જાય છે. ચોંકી ગયા ને? હાલમાં જ એક સર્વેમાં આ બાબત સામે આવી છે.

આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એક તૃતિયાંશ મહિલાઓ માત્ર મફતનું ખાવા માટે ડેટ પર જાય છે. આ સર્વે અજૂસા પેસિફિક યુનિવર્સિટીના રિસર્ચરોએ કર્યો છે અને તે સોસાયટી ફોર પર્સનાલિટી એન્ડ સોશિયલ સાઈકોલોજી જર્નલમાં પ્રકાશિત થયો છે. આ સર્વેમાં મહિલાઓના બે અલગ-અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા.

જેમાં અંદાજીત ૨૩ ટકા મહિલાઓએ કબુલ્યું કે તે પોતાની પાસે પૈસા ન હોવાને કારણે તેમણે અનેક વખત શ્નફૂડી કોલ્સલૃકર્યું એટલે કે પાર્ટનર સાથે ડેટ પર માત્ર ખાવા માટે જ ગઈ હતી. બીજી સ્ટડીમાં આ આંકડો ૩૩ ટકા હતો.

સર્વેમાં મહિલાઓએ એવું પણ જણાવ્યું કે ડેટ પર જતા સમયે તેમનો રસ પુરુષો કરતા મફતમાં મળી રહેલા ભોજનમાં હતો. પહેલી સ્ટડીમાં ૮૨૦ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમના રિલેશનશિપ સ્ટેટસ, અંગત વિશેષતા અને જેન્ડર રોલ અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા.

(10:24 am IST)