Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સવારે ઊઠીને જો ગાય જોવા મળે કે તેનો અવાજ સંભાળય તો દિવસ શુભઃ ધનપ્રાપ્તિના સંકેત

નવી દિલ્હી: દરેક જણની ઈચ્છા હોય છે કે દિવસ સારો જાય, પરંતુ ભવિષ્યમાં શું લખ્યું છે કે કોઈને ખબર હોતી નથી. આવામાં જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા સંકેતો આપવામાં આવ્યાં છે કે જેનાથી વ્યક્તિની કિસ્મત અને તેના દિવસની ગણતરી થઈ શકે છે. એવા કેટલાક સંકેતો જણાવાયા છે કે જે થાય તો તમારો દિવસ સારો પસાર થઈ શકે છે. આવો જોઈએ....

1. જો કોઈ વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ આસપાસ જળનું પક્ષી કે સફેદ ફૂલ જોવે તો તેણે સમજી લેવું જોઈએ કે તેનો દિવસ સારો જશે. કારણ કે આ બંને શાંતિના પ્રતિક છે.

2. સવારે ઉઠીને જો ગાય જોવા મળે કે તેનો અવાજ સંભળાય તો દિવસ ખુબ શુભ જાય છે. આ ધન પ્રાપ્તિનો પણ સંકેત છે.

3. જ્યોતિષશાસ્ત્રીના જણાવ્યાં મુજબ ગોબર કે લીલુ ઘાસ સવારે જોવા મળે તો પણ સારો સંકેત છે. તેનાથી વ્યક્તિના જીવનમાં ખુશહાલી આવે છે. તેનાથી નવા લોકો સાથે મુલાકાત થવાની શક્યતા રહે છે.

4. સવારના સમયે નારિયેળ, શંખ, મોર કે હંસ વગેરે જોવા મળે તો પણ સારું કહેવાય. તેનાથી વ્યક્તિની પ્રગતિ થાય છે. આ સાથે જ તેને ટેન્શનમાંથી રાહત મળે છે.

5. મોટાભાગે ઘર સામે ગાય ગોબર કરે તો લોકો પરેશાન થતા હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેને સારો સંકેત ગણાયો છે. કહે છે કે તેનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન રહે છે અને ઘરમાં તેમનું આગમન થાય છે.

6. સવારે તમારી હથેળી જોવાથી લક્ષ્મી, સરસ્વતી અને હરિના દર્શન થાય છે. જેનાથી ધન,જ્ઞાન અને સુખની પ્રાપ્તિ થાય ચે.

7. સવાર સવારમાં ગણેશજીની તસવીર કે મૂર્તિના દર્શન પણ શુભ મનાય છે. કહેવાય છે કે તેનાથી વ્યક્તિનો દિવસ સારો પસાર થાય છે.

8. સવારે ઉઠતા જ આંગણામાં ચકલીનો અવાજ સાંભળવા મળે તો સમજો કે ઘરમાં ખુશી આવવાની છે.

9. સવારે નાચતો મોર જોવા મળે તો તે પણ શુભ સંકેત છે. તેનાથી ઘરમાં ખુશહાલી આવવાની સાથે સાથે સારા સમાચાર મળવાની શક્યતા રહે છે.

(12:00 am IST)