Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ટ્રમ્પની સૌથી મોટી જીત :સુપ્રીમ કોર્ટે મુસ્લિમ દેશોના નાગરિકો પર પ્રવાસ પ્રતિબંધ યોગ્ય ગણાવ્યો

સુપ્રીમ કોર્ટે મંગળવારે નીચલી કોર્ટનો નિર્ણય 5-4થી પલટાવી નાખ્યો:સંવિધાનના પ્રથમ સંશોધનનો ભંગ કરે છે તેમ સાબિત કરવામાં અરજી કર્તા અસફળ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુસ્લિમ બહુસંખ્યક દેશો પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટ્રાવેલ પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો છે. નિર્ણયને ટ્રમ્પ પ્રશાસનની મોટી જીત માનવામાં આવી રહી છે. ટ્રમ્પ ટ્વિટ કરીને વિશે જાણકારી આપી હતી. તેમણે પોતાનું રિએક્શન વાઉ લખીને જાહેર કર્યું હતું. સુપ્રીમ કોર્ટે મંગળવારે નીચલી કોર્ટનો નિર્ણય 5-4થી પલટાવી નાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રતિબંધ અમેરિકન કાનૂન કે એક ધર્મ ઉપર બીજા ધર્મને સરકારી અગ્રીમતા આપવા અમેરિકાના સંવિધાનના પ્રથમ સંશોધનનો ભંગ કરે છે તેમ સાબિત કરવામાં અરજી કર્તા અસફળ રહ્યા છે.

(12:27 am IST)