Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ફિસ્કલ સીચુએશન કાબૂ હેઠળ છે : મોદીનો દાવો

રિટેલ ફુગાવો પણ કાબૂમાં છે

        નવીદિલ્હી, તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ભારતમાં નાણાંકીય સ્થિતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે. સરકાર દ્વારા નાણાંકીય સ્થિતિને મજબૂત કરવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. દેશના વિદેશી સેક્ટરમાં પણ સ્થિતિ સારી છે. વિદેશ હૂંડિયામણ ભંડોળનો આંકડો ૪૦૦ અબજ ડોલરથી ઉપરનો છે જેનાથી દેશમાં મૂડી રોકાણ કરવા અને વિશ્વાસ વધારવા ચિત્ર ઉપસી આવે છે. સ્થિરતા પણ નજરે પડે છે. મુંબઈના એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના વાર્ષિક કાર્યક્રમમાં બોલતા આ મુજબની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સીપીઆઈ દ્વારા આંકવામાં આવતા રિટેલ ફુગાવાનો આંકડો નવેમ્બર ૨૦૧૭ બાદથી ચાર ટકાથી ઉપર રહ્યો છે. સરકારે એમપીસીને રિટેલ ફુગાવાને કાબૂમાં લેવા માટે તમામ સૂચનાઓ આપી છે. સરકાર નાણાંકીય મજબૂતીને લઇને કટિબદ્ધ છે. વૈશ્વિક અર્થતંત્રમાં ભારત મજબૂત સ્થાન તરીકે ઉભરી આવ્યું છે.

 

(7:40 pm IST)