Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

હવે SPGની મંજુરી વગર મંત્રી પણ મોદીને મળી નહી શકે

મોદીને જીવનું જોખમ ! : મોદીને રોડ શોના કાર્યક્રમ ઓછા કરવાની સલાહ આપતી સુરક્ષા એજન્સીઓ

નવી દિલ્હી તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા પર મોટો ખતરો જણાવતાં ગૃહમંત્રાલયે નવા નિયમ જારી કર્યા છે. દરેક રાજયોને મોકવલામાં આવેલા એલર્ટની સાથે જ કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીની વિશેષ સુરક્ષામાં તૈનાત એજન્સીની મંજૂરી વગર હવે મંત્રી અને અધિકારી પણ તેમની પાસે નહીં જઇ શકે. સૂત્રો પાસેથી મળતી ખબર પ્રમાણે સુરક્ષા એજન્સીઓ તરફથી પીએમ મોદીને સલાહ આપી છે કે તે રોડ શોના કાર્યક્રમ ઓછા કરે. નોંધનીય છે કે પીએમ મોદી જ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી કમાન સંભાળશે અને તે જ મુખ્ય ચહેરો બનશે.જાણકારી મળી છે કે ગૃહ મંત્રાલય તરફથી દરેક રાજયોના ડીજીપીને લખેલા પત્રમાં પીએમ મોદી માટે કોઇ 'અજ્ઞાત જોખમ'ની વાત કહેવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું કે કોઇને પણ પીએમ મોદીની નજીક જવા દેવામાં ન આવે. જેનું કડકાઇથી પાલન થવું જોઇએ તેવું પણ કહેવમાં આવ્યું છે. પીએમ મોદીની સુરક્ષામાં મુકાયેલ એસપીજી પણ હવે મંત્રીઓની પણ તપાસ કરી શકે છે. જયાં પીએમ મોદી જે રીતે સામાન્ય જનતાને મળવા માટે લોકોની ભીડ વચ્ચે જાય છે જેના કારણે આશંકા વ્યકત કરવામાં આવી છે. પીએમ મોદીને રોડ શો ન કરવાની સલાહ આપી છે. જયારે છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં આવનારી ચૂંટણી દરમિયાન પીએમ મોદીની સુરક્ષાની સુરક્ષા અંગે ચિંતા વ્યકત કરી છે.

 

(4:29 pm IST)