Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દુલ્હાએ દુલ્હનના પરિવાર પાસેથી દહેજમાં ૧૦૦૧ રોપા માગીને લીધા

નવી દિલ્હી તા ૨૬ : ઓડિશાના કેન્દ્રાપરા  જિલ્લાના સરોજ કાન્તા બિસ્વાલ નામના ૩૩ વર્ષના ટીચરે પોતાના લગ્નમાં કન્યાપક્ષ પાસેથી દહેજમાં બીજી કોઇ પણ ગિફટ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને કન્યાના પિતાને ૧૦૦૧ રોપા ભેટમાં આપવા કહ્યું હતું સરોજ બાળપણથી જ પ્રકૃતિપ્રેમી હતો. શનિવારે તેના લગ્ન થયાં ત્યારે તેણે સામેથી ફળોના વૃક્ષના રોપા માગ્યા હતા. સરોજનું કહેવું હતુ કે 'હું પહેલેથી જ લગ્નમાં દહેજપ્રથાનો વિરોધી છું. બીજુ, મને કુદરત બહુજ ગમે છે. મારી પત્ની રશ્મિરેખા પણ ટીચર છે અને તે પણ મોર્ડન વિચારની છે. તેને પણ ૧૦૦૧ રોપાનો વિચાર બહુ ગમી ગયો હતો'

(3:52 pm IST)