Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કોંગ્રેસમાં ભૂકંપ : રાજયગુરૂના ટેકામાં ૪૦ આગેવાનોના રાજીનામા

૧૯ હાલના અને પૂર્વ હોદ્દેદારો સહિત ૪૦થી વધુ કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસને રાજીનામા મોકલી દીધા

રાજકોટ : કોંગીના કદાવર નેતા ઈન્‍દ્રનીલભાઈ રાજયગુરૂએ ગઈકાલે સાંજે પોતાના રાજીનામાની પત્રકારો સમક્ષ વાત કરી. પોતાની નારાજગી વ્‍યકત કરી હતી. તસ્‍વીરમાં ઈન્‍દ્રનીલભાઈ સાથે ભાવેશ બોરીચા તેમજ તેમના ટેકેદારો - કાર્યકરો નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૬ : કોંગીના દિગ્‍ગજ નેતા અને પૂર્વ ધારાસભ્‍ય ઈન્‍દ્રનીલભાઈ રાજયગુરૂએ ગઈસાંજે પોતાના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપી દીધા બાદ આજે સવારથી જ રાજકોટ શહેરમાં રાજકીય વાતાવરણ ગરમાયુ છે. શહેર કોંગ્રેસના હાલના ૧૯ જેટલા હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારો તેમજ ચાલીસેક જેટલા કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસને રાજીનામા મોકલી દીધા છે.

દરમિયાન ઈન્‍દ્રનીલભાઈના કાર્યાલયે ૧૭ જેટલા કોર્પોરેટરોની મીટીંગ યોજાઈ હતી અને આ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધાની ભારે અફવા ઉડી હતી. પરંતુ આ કોર્પોરેટરો પ્રદેશ કોંગ્રેસમાં રાજીવ સાતવજીને રજૂઆત કરી ઈન્‍દ્રનીલભાઈને મનાવી લેવા પણ જણાવશે તેમ જાણવા મળ્‍યુ છે.

રાજીનામુ આપી દીધા છે તેના નામો આ મુજબ છે. (૧) રાજુભાઈ શેઠ - શહેર મંત્રી (૨) ભરતભાઈ આહિર - શહેર કોંગ્રેસ કારોબારી સભ્‍ય (૩) મચ્‍છાભાઈ ગોહિલ - પૂર્વકોર્પોરેટર (૪) અમુભાઈ પરમાર - તાલુકા પંચાયત સામાજીક ન્‍યાય સમિતિ પૂર્વ ચેરમેન (૫) વલ્લભભાઈ ભાણાભાઈ - પૂર્વ નગરપાલિકા સદસ્‍ય (૬) ગોવિંદભાઈ બાંભવા - આગેવાન (૭) કાનાભાઈ પરમાર - આગેવાન (૮) વિપુલભાઈ ફાસરા - નગરપાલિકા સદસ્‍ય (૯) હરીભાઈ નકુમ - આગેવાન (૧૦) વિજયભાઈ નકુમ - મહામંત્રી (૧૧) ધર્મેશભાઈ જાદવ - આગેવાન (૧૨) અમિતભાઈ બુખારી - આગેવાન (૧૩) કાદરીબાપુ - આગેવાન (૧૪) અનિતાબેન સોની - શહેર આગેવાન (૧૫) રમેશભાઈ સોલંકી - આગેવાન (૧૬) પ્રકાશભાઈ જારીયા - આગેવાન (૧૭) દિલીપભાઈ ચૌહાણ - આગેવાન, (૧૮) મેઘજીભાઈ રાઠોડ - પૂર્વ સ્‍ટેન્‍ડીંગ ચેરમેન રાજકોટ  શહેર કોંગ્રેસ સમિતિ (૧૯) હેમંતભાઈ વીરડા - સંગઠનમંત્રી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ (૨૦) રમેશભાઈ મકવાણા (૨૧) કિશોરભાઈ મકવાણા (૨૨) હિમંતભાઈ સોલંકી (૨૩) નિલેશભાઈ સોલંકી (૨૪) સામતભાઈ કડવાણી (૨૫) આકાશભાઈ મકવાણા (૨૬) ગુણુભા જાડેજા (૨૭) ભરતસિંહ જાડેજા (૨૮) ગોપાલ મોરવાડીયા (૨૯) હસુભાઈ કંદોઈ (૩૦) સંજયભાઈ ચૌહાણ (૩૧) રાજુભાઈ સરવૈયા (૩૨) રવિભાઈ સરવૈયા (૩૩) ગોરધનભાઈ નાકીયા (૩૪) નારણભાઈ  નાકીયા (૩૫) વશરામભાઈ મોરવાડીયા (૩૬) પ્રકાશ મકવાણા (૩૭) ગૌતમ મોરવાડીયા (૩૮) રોહિત મોરવાડીયા (૩૯) અમરદીપસિંહ જાડેજા (૪૦) સંજયભાઈ સાકરીયા (૪૧) રજનીભાઈ સાકરીયા (૪૨) રામજીભાઈ મોરવાડીયા (૪૩) રઘુભાઈ મોરવાડીયા (૪૪) અલ્‍કાબેન સોઢાત્રા (૪૫) રસીલાબેન મોરવાડીયા (૪૬) ભાવનાબેન મકવાણા (૪૭) મધુબેન સરવૈયા (૪૮) રેખાબેન સરવૈયા (૪૯) મનુભાઈ નાકીયા (૫૦) અનિતા મોરવાડીયા (૫૧) સંજય ખીમસુરીયા (૫૨) અરજણભાઈ મકવાણા (૫૩) હરીભાઈ મકવાણા (૫૪) ગોવિંદભાઈ વાણંદ (૫૫) સંજયભાઈ રાજગોર (૫૬) ઓમ રાજગોર (૫૭) અજય મકવાણા (૫૮) નયન નાકીયા (૫૯) રાહુલ મોરવાડીયાએ રાજીનામા આપી દીધાનું લેખિતમાં જણાવાયુ છે.

(3:36 pm IST)