Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કોંગ્રેસમાં નારાજગીનું વાવાઝોડુઃ પ્રદેશ કાર્યાલયમાં તોડફોડ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સ્‍થિતિ એક સાંધો ત્‍યાં તેર તૂટે તેવીઃ પ્રદેશ પ્રમુખ બદલાવાયા છતાં સ્‍થિતિ સુધરવાને બદલે વણસી રહી છેઃ આજે પ્રદેશ પ્રમુખની ચાલુ પત્રકાર પરિષદમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હંગામો-તોડફોડઃ પ્રદેશ પ્રમુખે પત્રકાર પરિષદ છોડી ભાગવું પડયું : ધારાસભ્‍ય અને કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા અમદાવાદ આવતા અનેક અટકળોઃ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહને મળશે ? જબરી ચર્ચા

અમદાવાદ, તા. ૨૬ : ગુજરાત કોંગ્રેસની માઠી બેઠી હોય તેવુ લાગે છે. હાઈકમાન્‍ડે પ્રદેશ પ્રમુખ બદલ્‍યા બાદ સ્‍થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે વણસી રહ્યુ હોવાનું જણાય રહ્યુ છે. ગઈકાલે રાજકોટમાં ઈન્‍દ્રનીલ રાજ્‍યગુરૂએ આપેલા રાજીનામા બાદ આજે અહીંના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન કાર્યકરોએ હંગામો મચાવતા પક્ષમાં ચાલતો આંતરીક ડખ્‍ખો ફુંફાડો મારીને બહાર આવ્‍યો હતો. નારાજ કાર્યકરોએ પ્રદેશ પ્રમુખની નેમ પ્‍લેટ સહિતની તોડફોડ પણ કરી હતી. જેના કારણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચાલુ પત્રકાર પરિષદ બંધ કરવી પડી હતી અને તેઓ રવાના થઈ ગયા હતા. આ અંગે મળતી માહિતી મુજ૧૨૦

બ આજે પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ ચાલતી હતી તે વેળાએ યુથ કોંગ્રેસના કાર્યકરોએ શહેર પ્રમુખની નિયુકતીને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેના કારણે પ્રદેશ પ્રમુખે પ્રેસ કોન્‍ફરન્‍સ પણ અધવચ્‍ચે અટકાવવી પડી હતી. સિનીયર નેતાઓએ નારાજ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નહી માનતા મામલો બીચકયો હતો. કાર્યકરોએ પ્રદેશ પ્રમુખની નેમપ્‍લેટ તોડી નાખી હતી એટલુ જ નહી અન્‍ય કેટલીક તોડફોડ પણ કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમા સ્‍થિતિ જાણે એક સાંધો અને તેર તુટે જેવી થઈ ગઈ છે. દિગ્‍ગજ નેતાઓમાં નારાજગીનું વાવાઝોડુ ફુંકાય રહ્યુ હોય તેવુ જણાય રહ્યુ છે. પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ બાદ રાજકોટથી રાજ્‍યગુરૂએ રાજીનામુ આપતા કોંગ્રેસની સ્‍થિતિ નબળી પડી હોવાનું કહેવાય છે. અધુરામાં પુરૂ કોંગ્રેસના ધારાસભ્‍ય અને કોળી નેતા કુંવરજીભાઈ બાવળિયા પણ અહીં આવતા અનેક અટકળો વહેતી થઈ છે. એવી અટકળો છે કે, તેઓ ભાજપમાં આવી રહ્યા છે અને તે સંદર્ભે જ તેઓ અમદાવાદ આવ્‍યા છે. અમદાવાદમા તેઓ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહને મળે તેવી પણ ચર્ચા વહેતી થઈ છે.

(4:31 pm IST)