Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

બજારમાં તેજી : સેંસેક્સમાં ૨૦ પોઇન્ટનો સુધારો થયો

સેંસેક્સ ઉછળીને ૩૫૪૯૦ની ઉંચી સપાટી પર : નિફ્ટી પણ ૭ પોઇન્ટ ઉછળી ૧૦૭૬૯ની સપાટી ઉપર રહ્યો : એફએમસીજી ઇન્ડેક્સમાં એક ટકાથી વધુ ઉછાળો

મુંબઇ,તા. ૨૬ : શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. એકબાજી સેંસેક્સ ૨૦ પોઇન્ટ ઉછળીને ૩૫૪૯૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭ પોઇન્ટ ઉછળીને ૧૦૭૬૯ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. ગ્લેક્સો સ્મિત અને યુનાઇટેડ સ્પીરીટ થતાં મારિકોના શેરમાં તેજી રહી હતી. મંગળવારના દિવસે તાતા મોટર્સની માર્કેટ મૂડી બજાજ ઓટો કરતા ઘટી ગઈ હતી. વૈશ્વિક બજારમાં પણ અફડાતફડી રહી હતી અને વૈશ્વિક મંદીનું મોજુ ફરી વળ્યું હતું. અમેરિકા અને ચીન સહિત જુદા જુદા દેશો વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ ચાલી રહી છે જેના કારણે મૂડીરોકાણકારો રોકાણ કરવાની સ્થિતિમાં દેખાઈ રહ્યા નથી. એશિયન બજારમાં પણ કડાકો રહ્યો હતો. અમેરિકી વોલસ્ટ્રીટમાં નાસ્ડેક અને અન્ય બજારમાં મંદી રહી હતી. જાપાનના શેરમાં ૦.૨૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. હોંગકોંગના હેંગસેંગમાં ૦.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. શાંઘાઈ કમ્પોઝિટમાં ૦.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૧૯ પોઇન્ટ ઘટીને ૩૫૪૭૦ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૯ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૨ની નીચી સપાટીએ રહ્યો હતો. ઔરંગાબાદ સ્થિત ઓટો ઘટક બનાવતી કંપની વારરોક એન્જિનિયરિંગ દ્વારા ૧૯૫૫ કરોડ રૂપિયાના આઈપીઓ કરવામાં આવ્યો હતો. પ્રાઇઝ બેન્ડનો આંકડો ૯૬૫થી ૯૬૭ રૂપિયા રાખવામાં આવ્યો છે. પ્રમોટરો દ્વારા ૨૦૨૨૧૭૩૦ ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવનાર છે. આ કંપની ગ્લોબલ ઓટો મોટિવ ઘટકો બનાવનાર કંપની છે. સાથે સાથે લાઇટિંગ સિસ્ટમ, પાવર ટ્રેન, ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચીજવસ્તુઓ બનાવવામાં નિષ્ણાત કંપની છે. સમગ્ર વિશ્વમાં પેસેન્જર કાર અને મોટરસાઇકલના સેગ્મેન્ટમાં બોડી અને ચેચિસ પાર્ટ્સ તેના દ્વારા બનાવવામાં આવે છે. એન્જિનિયરિંગ આઈપીઓને લઇને કારોબારીઓ આમા રોકાણ કરવા માટે ઇચ્છુક છે. તાજેતરમાં જ બે આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યા બાદ આને લઇને મજબૂત પ્રતિસાદ મળી શકે છે. રાઇટ્સ અને ફાઈન ઓર્ગેનિક જેવા બે આઈપીઓને લઇને ભારે ઉત્સુકતા છે.  વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ રહી હોવા છતાં શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા.વૈશ્વિક સ્તર પરઅમેરિકા દ્વારા હાલમાં ટેરિફમાં વધારો કરવામાં આવ્યા બાદ ટ્રેડ વોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આના પરિણામ સ્વરુપે મૂડીરોકાણકારો હચમચી ઉઠ્યા છે. યુરોપિયન યુનિયનના જવાબી પગલા લેવામાં આવી રહ્યા છે.

(7:37 pm IST)