Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

મુસાફરોથી ભરેલી બસ પર હાથણીએ કર્યો હુમલો ડ્રાઇવરની સમયસુચકતાથી બધા બચી ગયા

રવિવાર સવારે કર્ણાટકના ચિકમગલુરથી કોઝીકોડ જઇ રહેલી બસ એક હાથણીની અડફેટે ચડતા બચી ગઇ હતી. ચામરાજનગર જિલ્લામાં પાંચ-છ  હાથીઓનુ ટોળુ રોડની બાજુની ઝાડીઓમાં આમતેમ  ભટકી રહ્યુ હતુ એમાથી એક મદનિયા સાથે જાયન્ટ હાથણી રોડ પર ફરી રહી હતી. બસને દુરથી જોઇને હાથણી અચાનક એ તરફ દોડવા લાગી હતી. ડ્રાઇવરને અંદાજ આવી ગયો કે હાથણી બેકાબુ થઇ છે એટલે યાત્રીઓને બચાવવા માટે તેણે  બસને રિવર્સમાં દોડાવવાનું શરૂ કરી દીધુ એ સાથે જ ખુબ જોરજોરથી હોર્ન વગાડવાનુ પણ ચાલુ રાખ્યુ જેથી હાથણી બસનો પીછો કરવાનુ છોડી દે હાથણી સુંઢથી બસને ઉલટી પાડવાની ોશિશ કરી રહી હતી , પરંતુ ડ્રાઇવરે કારને રિવર્સમાં દોડાવ્યે જ રાખી. થોડી જ વારમાં હાથણીનું જોર શમ્યું એટલે ડ્રાઇવરે બસ સાઇડમાંથી આગળ ભગાવીને યાત્રીઓને બચાવી લીધા. (૧૭.૨)

(11:27 am IST)