Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

રોબર્ટ વાડ્રાને આઇ.ટી.ની નોટીસ

૪ર કરોડની આવક મામલે ૩૦ દિવસ માં જવાબ માંગ્યો

નવી દિલ્હી, તા. ર૬ : ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટે સોનીયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા ઉપર સકંજો કસવાનું ચાલુ કર્યું છે. ડીપાર્ટમેન્ટે રોબર્ટ વાડ્રાને ૪ર કરોડની અજ્ઞાત આવક બાબતે નોટીસ મોકલી છે. આ મામલો સ્કાય લાઇટ હોસ્પિટાલીટ સાથે જોડાયેલો છે જેની ૯૯% માલીકી રોબટ વાડ્રા પાસે છે. આઇ.ટી. વિભાગના સુત્રો મુજબ તેને ૩૦ દિવસમાં જવાબ આપવાનું કહેવાયું છે.

આઇ.ટી. ડીપાર્ટમેન્ટે પહેલા પણ આ મામલામાં વાડ્રાને નોટીસ મોકલી હતી પણ  વાડ્રાએ નોટીસમાં અમારી કંપનીને પ્રાઇવેટ લીમીટેડ પાર્ટનરશીપ બતાવી છે. જયારે તે લીમીટેડ લાયેબીલીટી પાર્ટનરશીપ કંપની છે એવું કહીને હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી. (૮.૪)

(10:04 am IST)