Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

પર્યટકોને આકર્ષવા યુએસમાં અતુલ્ય ભારત રોડ શો યોજાયો

કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી રહ્યા હાજરઅમેરીકાના આ ચાર શહેરોમાં ન્યુયોર્ક, હ્યુસ્ટન, શિકાગો અને સેન્ટલુઈસમાં રોડ શો

ભારત સરકારે અમેરીકન પ્રવાસીઓને આકર્ષવા અને પર્યટન વિકલ્પો અંગે જાગૃતિ લાવવા માટે અમેરીકાના ચાર શહેરોમાં રોડ શોનું આયોજન કર્યુ છે. આ રોડ શો દરમિયાન ભારતને પ્રવાસીઓના સૌથી લોકપ્રિય સ્થળ તરીકે રજુ કરવામાં આવ્યા હતા.અમેરીકાના  ચાર શહેરોમાં ન્યુયોર્ક, હ્યુસ્ટન, શિકાગો અને સેન્ટલુઈસ જ્યાં ૧૮થી ૨૨ જુન દરમિયાન અતુલ્ય ભારતનો રોડ શો યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન અમેરીકન પ્રવાસીઓને ડિઝિટલ માધ્યમથી ભારતના અલગ અલગ પર્યટન સ્થળો અને ટૂર ઓપરેટરોના માધ્યમથી યાત્રાના વિકલ્પો અંગે માહિતી આપવામાં આવી હતી.

  કેન્દ્રીય પર્યટન રાજ્યમંત્રી કેજે અલ્ફોંસ હ્યુસ્ટનમાં આ રોડ શો દરમિયાન હાજર રહ્યા હતા. તેમણે આ દરમિયાન જણાવ્યુ હતું કે, ભારત આગામી ૩ વર્ષમાં અમેરીકન પ્રવાસીઓની સંખ્યામાં બમણો વધારો કરવાનુ લક્ષ્યાંક ધરાવે છે. ભારતમાં પ્રવાસ કરવો એ માત્ર રજાઓનો આનંદ નહીં પણ જીવનભરનો સાંસ્કૃતિક અનુભવ પણ બની રહે છે. તેમણે જણાવ્યુ હતું કે ગત વર્ષે ૧૩.૭ લાખ અમેરીકન નાગરીકોએ ભારતનો પ્રવાસ કર્યો હતો. જ્યારે ૧૨.૫ લાખ ભારતીયોએ અમેરીકાનો પ્રવાસ કર્યો હતો. અમે આગામી ૩ વર્ષમાં આ સંખ્યા બમણી કરવાનુ લક્ષ્યાંક ધરાવીએ છીએ. અમેરીકા અમારો સૌથી મોટો પર્યટન ભાગીદાર છે.

 

(12:00 am IST)