Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દક્ષિણ દિલ્હીની ૭ કોલોનીના પુનઃ વિકાસ માટે સરકારે ૧૪ હજાર વૃક્ષો કાપવાનો નિર્ણય કરતા ભારે આક્રોશઃ વૃક્ષોને બચાવવા માટે વૃક્ષોને ચિપકીને ઉભા રહી જઇ ચિપકો આંદોલનના મંડાણ કર્યા

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે દક્ષિણ દિલ્‍હીની ૭ કોલોનીના પુનઃ વિકાસ માટે અેક સાથે ૧૪,૦૦૦ વૃક્ષો કાપવાનો નિર્ણય કરતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને ચિપકો આંદોલનનો પ્રારંભ કર્યો છે.

દક્ષિણ દિલ્હીની 7 કોલોનીનાં પુન: વિકાસ માટે સરકારે 14,000 વૃક્ષ કાપવાનો નિર્ણય લીધો છે. સરકારનાં આ નિર્ણય વિરુદ્ધ રવિવારે સ્થાનિક લોકો, સમાજિક કાર્યકર્તાઓ અને પર્યાવરણવિદોએ વિરોધ પ્રદર્શન કર્યુ છે.

સરોજની નગરમાં આશરે 15,000 પ્રદર્શનકારીઓએ વૃક્ષ લગાવીને ચિપકો આંદોલનની શરૂઆત કરી. આપને જણાવી દઇએ કે અસલમાં 'ચિપકો આંદોલન'ની શરૂઆથ 1970નાં દાયકામાં ઉત્તરાખંડમાં (ત્યારે ઉત્તર પ્રદેશ)માં થઇ હતી. આ આઁદોલન દરમિયાન વૃક્ષને કાપવાથી બચાવવા માટે લોકો તેને ચિપકીને ઉભા રહી ગયા હતાં.

સરોજની નગરમાં પ્રદર્શનકારીઓએ રાખડીનાં પ્રતિક રૂપે વૃક્ષોને લીલારંગની રિબિન બાંધી હતી અને તેમની સુરક્ષાનો વાયદો કર્યો હતો. સોશિયલ મીડિયા દ્વારા જાગૃતતા ફેલાવવા માટે એક વેલ્ફી (વીડિયો સેલ્ફી) બૂથ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે.

પ્રદર્શન દરમિયાન લોકો 'પેડ બચાઓ, દિલ્હી બચાઓ', 'હમ સાફ હવા ચાહતે હૈ' અને 'પેડોકો બચાઓ, વો આપકો બચાએંગે' જેવી તખ્તિઓ સાથે નજર આવ્યા હતાં.

પ્રદર્શનમાં શામેલ સ્થાનીક નિવાસી રમેશ સિંહે કહ્યું કે, અમે વૃક્ષોને કાપવા નહીં દઇએ. દિલ્હીની હવા પહેલાંથી જ આટલી ખરાબ છે અને આપણે તેનો વિકલ્પ શોધવાની જગ્યાએ વૃક્ષ કાપવાનો નિર્ણય લઇ રહ્યાં છીએ.'

આપને જણાવી દઇએ કે, હાલમાં કેન્દ્ર સરકારનાં કર્મચારીઓની આવાસની સુવિધાઓનાં પુન: વિકાસ માટે 14,000 વૃક્ષને કાપવાની અનુમતિ આપવામાં આવી છે. એક સરકારી નિવેદન પ્રમાણે સરોજની નગરનાં 11,913 વૃક્ષોમાંથી 8,332ને કાપવામાં આવ્યા છે, નૌરોજી નગરમાં 1565માંથી 1465 નેતાજી નગરમાં 3906માંથી 2315 અને મોહમ્મદપુરમાં 562 વૃક્ષ કાપવામાં આવવાનાં છે. તો કસ્તુરબા નગરમાં 723, શ્રીનિવાસપુરીમાં 750 અને ત્યાગી નગરમાં 93 વૃક્ષ કાપવાની વાત છે.

સરકારનાં આ નિર્ણયથી પર્યાવરણવિદો અને સ્થાનિક નિવાસીઓ નારાજ છે જેને પગલે રવિવારે તેમણે રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યુ હતું. એક અન્ય સ્થાનિક નિવાસી સ્વાતી ચતુર્વેદીએ કહ્યું કે, 'ક્ષેત્રનાં વિકાસ માટે અન્ય ઘણાં રસ્તા છે જેમાં વૃક્ષ કાપવા જ વિકલ્પ નથી.'

આ મુદ્દે સરકારે તેમ કહીને પોતાનાં નિર્ણયનો બચાવ કર્યો હતો કે પુન: વિકાસથી વૃક્ષની સંખ્યામાં ત્રણ ગણી વૃદ્ધિ થશે. વૃક્ષને કાપવાની ક્ષતિપૂર્તિ 1:10નાં રેશિયોથી વૃક્ષારોપણ કરવામાં આવશે. પણ સ્થાનિક નિવાસીઓને સરકારનાં આ દાવા પર સંદેહ છે.

સ્થાનિક નિવાસી ઓમ નારાયણે કહ્યું કે, 'આપ કેવી રીતે આશા રાખથી શકો કે એક છોડ 30 વર્ષનાં એક વૃક્ષની જગ્યા લઇ શકે છે. છોડને વૃક્ષ બનવામાં લાંબો સમય લાગ છે ત્યાં સુધી પર્યાવરણની શું હાલત થશે? પ્રદર્શનકારીઓએ સરકારનાં નિર્ણયને આત્મઘાતી ગણાવતા પુનર્વિચારણાનો આગ્રહ કર્યો છે.'

તો આ મુદ્દે હવે રાજનીતિ શરુ થઇ ગઇ છે. કેન્દ્રિય મંત્રી હર્ષવર્ધનનું કહેવું છે કે, 'આપ' સરકારે બીન-વનક્ષેત્રમાં વૃક્ષ કાપવાની અનુમતિ આપી છે અને પછી પ્રચાર કરે છે કે તેની પરવાનગી પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

(12:00 am IST)