Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

તમારા ભાઈની ચિંતા ન કરો, તે મારી સાથે છે:ધોનીએ પાથિરાનાની બહેનને આપ્યો હૃદયસ્પર્શી સંદેશ

પાથિરાણાની બહેન વિશુકા એ આ યાદગાર ક્ષણના ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યા

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ કવોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને સતત 10મી વાર ફાઈનલમાં પહોંચી છે. મથીશા પાથિરાનાનો પરિવાર હાલમાં જ ધોનીને મળ્યો હતો. આ દરમિયાન ધોની એ મથીશાની બહેનને હૃદયસ્પર્શી સંદેશ આપ્યો હતો, જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે.ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ દરેક આઈપીએલ સિઝનમાં નવા નવા ખેલાડીઓને તક આપતી હોય છે. ચેન્નાઈ સુપર કિંગ્સમાં ધોનીના હાથ નીચે નવા ટેલેન્ટની ઓળખ દુનિયાને થતી હોય છે. રાયડુ, મોહિત શર્મા, દીપક ચહર જેવા યુવા ખેલાડીનું ટેલેન્ટ આપણે મેદાન પર જોયું જ છે.

 આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સનો ખેલાડી મથીશા પાથિરાણા ચમક્યો હતો. વિકેટ પછી તેને રોનાલ્ડો સ્ટાઈલનું સેલિબ્રેશન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતું હોય છે. હાલમાં તે કોઈ અન્ય કારણસર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.શ્રીલંકન પેસર મથીશા પાથિરાણા માટે 25 મેનો દિવસ ખુબ જ ભાવુક કરનારો હતો. પાથિરાણાનો પરિવાર ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને ચેન્નાઈમાં મળ્યો હતો. પાથિરાણાની બહેન વિશુકા એ આ યાદગાર ક્ષણના ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પાથિરાણાને લોકો ‘બેબી મલિંગા’ તરીકે ઓળખવામાં આવે છે. આઈપીએલ 2023માં ચેન્નાઈ માટે પાથિરાણા એ 11 મેચમાં 327 રન આપીને 17 વિકેટ લીધી છે.મથીશાની બહેન વિશુકા પાથિરાણા એ કેપ્ટન ધોની સાથે મુલાકાત કર્યા બાદ ફોટો શેયર કરી મહત્વની વાત જણાવી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, હવે અમને ખાતરી છે કે મારો ભાઈ મલ્લી સુરક્ષિત હાથમાં છે જ્યારે થાલાએ કહ્યું હતું કે ‘તમારે મથીશાની ચિંતા કરવાની જરૂર નથી, તે હંમેશા મારી સાથે છે’. આ ક્ષણો મારા માટે સ્વપ્ન સમાન હતી.

(10:17 pm IST)