Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જાપાનમાં ભૂકંપનો આંચકા અનુભવાયા : રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા નોંધાઈ

ભૂકંપનું કેન્દ્ર ટોક્યોથી 107 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં :જાપાનમાં ભૂકંપના આંચકાની ઊંડાઈ 65 કિલોમીટર

જાપાનના ટોકિયોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. નિષ્ણાતોના મતે ભૂકંપનું કેન્દ્ર ટોક્યોથી 107 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં જણાવવામાં આવી રહ્યું છે.વધુમાં મળતી વિગત મુજબ જાપાનમાં ભૂકંપના આંચકાની ઊંડાઈ 65 કિલોમીટર જણાવવામાં આવી રહી છે.

   
(7:11 pm IST)