Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કાકડી ખાધા બાદ તરત જ પાણી પીવુ આરોગ્‍ય માટે નુકશાનકારકઃ 20 મિનીટ બાદ પાણી પી શકાય

કાકડીમાં 95 ટકા પાણી અને ભરપુર માત્રામાં ફાઇબર હોય છે

નવી દિલ્‍હીઃ ઉનાળામાં પાણી પીવાનું ધ્યાન રાખવામાં ન આવે તો ડીહાઇડ્રેશનની સમસ્યા થઈ જાય છે. ગરમીના દિવસોમાં ડીહાઇડ્રેશનથી બચવા માટે થોડું થોડું પાણી પીતા રહેવું જરૂરી છે. આ સિવાય એવી વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ જેનાથી પાણી શરીરને મળે. તેના માટે લોકો કાકડી પણ ખાતા હોય છે. કાકડી ખાવાથી પણ શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. જો કે શરીરને ફાયદો કરતી કાકડી નુકસાન પણ કરી શકે છે.

જો કાકડી ખાતી વખતે કેટલીક ભુલ કરવામાં આવે તો તેનાથી ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. ખાસ કરીને જો તમે કાકડી ખાધા પછી તુરંત પાણી પીવો છો તો તેનાથી તમારા શરીરને નુકસાન થઈ શકે છે. કાકડી ખાધા પછી પાણી એટલા માટે ન પીવું જોઈએ કે કાકડીમાં 95 ટકા પાણી હોય છે. તેવામાં કાકડી ખાધા પછી વધુ પાણી પી લેવામાં આવે તો નુકસાન થાય છે. સાથે જ કાકડીમાં ફાયદો કરતાં તત્વ હોય તે નુકસાન કરવા લાગે છે.

આ સિવાય કાકડી ક્યારેય ખાલી પેટ ખાવી જોઈએ નહીં. કાકડીમાં ભરપુર પ્રમાણમાં ફાયબર હોય છે જેને ખાવાથી કલાકો સુધી ભુખ લાગતી નથી અને પેટ ભરેલુ રહે છે. તેવામાં મર્યાદિત માત્રામાં કાકડી ખાવી જોઈએ.

જો તમે કાકડી ખાધી હોય તો ત્યારબાદ ઓછામાં ઓછી 20 મિનિટ સુધી પાણી પીવું જોઈએ નહીં. જો તમે તુરંત પાણી પીવો છો તો પેટ સંબંધિત સમસ્યા થાય છે.

(6:03 pm IST)