Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

નરેન્‍દ્રભાઇ ૨૦૨૪માં ફરી વડાપ્રધાન બનશે : સેંગોલ મદુરાઇના મુખ્‍ય પુજારી રવિવારે રાજદંડ અર્પણ કરશે

હું સંસદ ભવનના ઉદ્દઘાટન પ્રસંગે નરેન્‍દ્રભાઇને મળીશ અને ‘સેંગોલ' અર્પણ કરીશ

નવી દિલ્‍હી,તા. ૨૬ : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇને મદુરાઇ અધિનમમાં મુખ્‍ય પુજારી રાજદંડ અર્પણ કરશે.

મદુરાઈ અધિનમના ૨૯૩મા મુખ્‍ય પૂજારી વતી ૨૮ મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્‍ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને રાજદંડ ‘સેંગોલ' અર્પણ કરવામાં આવશે. મદુરાઈ અધાનમના મુખ્‍ય પૂજારી શ્રી હરિહર દેશિકા સ્‍વામીગલે કહ્યું છે કે પીએમ મોદીને વૈશ્વિક પ્રશંસા મળી છે અને દેશના દરેક નાગરિકને તેમના પર ગર્વ છે. તેમણે એમ પણ કહ્યું કે નરેન્‍દ્રભાઇ મોદીએ ફરી એકવાર વર્ષ ૨૦૨૪માં વડાપ્રધાન તરીકે પાછા ફરવું જોઈએ.

સ્‍વામીગલે ખ્‍ફત્‍દ્ગચ કહ્યું, ‘પીએમ મોદી એવા નેતા છે જેમને વૈશ્વિક પ્રશંસા મળી છે. તેઓ લોકો માટે સારી વસ્‍તુઓ કરી રહ્યા છે. તેમણે ૨૦૨૪માં ફરીથી પીએમ બનીને લોકોને માર્ગદર્શન આપવાનું છે. અમને બધાને ખૂબ ગર્વ છે કારણ કે વિશ્વના નેતાઓ પણ આપણા પીએમ મોદીની પ્રશંસા કરી રહ્યાં છે.'

૨૮મી મેના રોજ જયારે વડાપ્રધાન દેશના નવા સંસદ ભવનનું ઉદ્‌ઘાટન કરશે ત્‍યારે ઈતિહાસ ફરી એકવાર પુનરાવર્તિત થશે, જયારે વડાપ્રધાન નવા સંસદભવનમાં સેંગોલ સ્‍થાપિત કરશે. તે સેંગોલ મદુરાઈ અધ્‍યાનમના મુખ્‍ય પૂજારી દ્વારા તેમના હાથમાં આપવામાં આવશે. તેમણે કહ્યું, ‘હું નવા સંસદ ભવનનાં ઉદ્‌ઘાટન પ્રસંગે પીએમ મોદીને મળીશ અને તેમને ‘સેંગોલ' અર્પણ કરીશ.'

આ એ જ સેંગોલ છે જેને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૪મી ઓગસ્‍ટની રાત્રે પોતાના નિવાસસ્‍થાને અનેક નેતાઓની હાજરીમાં સ્‍વીકાર્યું હતું.

સેંગોલ ઐતિહાસિક મહત્‍વ ધરાવે છે. ચોલ વંશ દરમિયાન તેનો ઉપયોગ સત્તાના હસ્‍તાંતરણ માટે થતો હતો. પંડિત જવાહરલાલ નેહરુએ ૧૫જ્રાક ઓગસ્‍ટ, ૧૯૪૭ના રોજ અંગ્રેજો પાસેથી સત્તા લીધી ત્‍યારે તેમણે આ ઐતિહાસિક રાજદંડને પ્રતીક તરીકે લીધો હતો. હવે સેંગોલ મદુરાઈ અધિનમના પૂજારી તેને પીએમ મોદીને સોંપશે.

ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ' બનાવનાર વુમ્‍મીદી બંગારુ જવેલર્સના ચેરમેન વુમ્‍મિદી સુધાકરે જણાવ્‍યું હતું કે, ‘અમે આ ‘સેંગોલ'બનાવ્‍યું છે, અમને તેને બનાવવામાં એક મહિનાનો સમય લાગ્‍યો છે. તેના પર ચાંદી અને સોનાનો ઢોળ ચડાવવામાં આવ્‍યો છે. જયારે હું ૧૪ વર્ષનો હતો. જયારે તે બનાવવામાં આવ્‍યું હતું.

સેંગોલનું વર્ણન કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ભારતમાં મોટાભાગના લોકો આ ઘટનાથી વાકેફ નથી જે ભારતમાં સત્તા પરિવર્તન દરમિયાન બની હતી, જેમાં સેંગોલને પંડિત જવાહરલાલ નેહરુને સોંપવામાં આવ્‍યું હતું. તેમણે અહેવાલ આપ્‍યો કે તે રાત્રે જવાહરલાલ નેહરુને તમિલનાડુમાં તિરુવદુથુરાઈ અધાનમ (મઠ)ના અધ્‍યાનમ (પાદરીઓ) પાસેથી ‘સેંગોલ' પ્રાપ્ત થયું હતું.

કેન્‍દ્રીય ગૃહમંત્રીએ માહિતી આપી હતી કે વડાપ્રધાને સેંગોલને અમૃત કાલના રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવવાનો નિર્ણય કર્યો છે. સંસદનું નવું બિલ્‍ડીંગ એ જ ઘટનાનું સાક્ષી બનશે, જેમાં અધનમ (પાદરી) સમારંભનું પુનરાવર્તન કરશે અને પીએમને સેંગોલ રજૂ કરશે.

૧૯૪૭માં મેળવેલ એ જ સેંગોલ વડાપ્રધાન દ્વારા લોકસભામાં સ્‍થાપિત કરવામાં આવશે, જે સ્‍પીકરની બેઠકની નજીક હશે. તે રાષ્ટ્રને જોવા અને ખાસ પ્રસંગોએ બહાર કાઢવા માટે પ્રદર્શિત કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે ઐતિહાસિક ‘સેંગોલ' સ્‍થાપિત કરવા માટે સંસદ ભવન સૌથી યોગ્‍ય અને પવિત્ર સ્‍થળ છે.

(4:39 pm IST)