Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સવારે હવન-પૂજાઃસેંગોલની વૈદિક રીત-રિવાજ સાથે સ્‍થાપનાઃ તમિલનાડુથી આવશે ૨૦ સંતોઃબપોરે નરેન્‍દ્રભાઈનું સંબોધન

નવી સંસદનું લોકાર્પણ બે તબબકે યોજાશેઃસંભવીત કાર્યક્રમ : બીજુ ચરણ બપોરે ૧૨ વાગ્‍યે રાષ્ટ્રગાનની સાથે શરૂ થશેઃ બે લઘુ ફિલ્‍મોનું સ્‍ક્રીનિંગઃરાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો સંદેશ વંચાશે

નવી દિલ્‍હી,તા.૩૦ : રવિવારે નરેન્‍દ્રભાઈ સંસદની નવી અને શાનદાર બિલ્‍ડિંગનું ઉદ્ધાટન કરશે. પરંતુ ઉદ્ધાટન કાર્યક્રમમાં મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ નહીં હોય. અત્‍યાર સુધી ૨૦ વિપક્ષની પાર્ટીઓએ નવા સંસદના ઉદ્ધાટનનો બહિષ્‍કાર કર્યો છે. વિપક્ષની દલીલ છે કે નવા સંસદનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ પ્રધાનમંત્રીએ નહીં. ત્‍યાં જ બીજેપી વિપક્ષની દલીલને પાયાવિહોણી ગણાવી રહી છે.ᅠ

આ વચ્‍ચે નવા સંસદ ભવનના ઉદ્ધાટનનો સંભવિત કાર્યક્રમ સામે આવ્‍યો છે. તેમાં જણાવવામાં આવ્‍યું છે કે કેટલા વાગ્‍યાનો કાર્યક્રમ હશે અને સંસદનું ઉદ્ધાટન કાર્યક્રમ કેટલા કલાક ચાલશે. જોકે ઉદ્ધાટનનો સત્તાવાર કાર્યક્રમ આવવાનો હજી બાકી છે.ᅠ

ઉદ્દઘાટનના સંભવિત કાર્યક્રમ મુજબ સવારે ૭.૩૦થી ૮.૩૦ વચ્‍ચે હવન અને પૂજા. આ સમયે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, લોકસભા અધ્‍યક્ષ ઓમ બિરલા, રાજયસભા ડિપ્‍ટી ચેરમેન સહિત ઘણા મંત્રી હાજર રહેશે. જયારે ૮.૩૦ થી ૯ વાગ્‍યાની વચ્‍ચે લોકસભાની અંદર સેંગોલને વૈદિક રીત-રિવાજ સાથે સ્‍થાપિત કરવામાં આવશે. તેના માટે તમિલનાડુના મઠથી ૨૦ સ્‍વામી હાજર રહેશે.ᅠ

સવારે ૯ થી ૯.૩૦દ્ગક વચ્‍ચે પ્રાર્થના સભા આયોજીત થશે. તેમાં શંકરાચાર્ય સહિત ઘણા મોટા વિદ્વાન પંડિત અને સાધુ સંત હાજર રહેશે.ઁ બીજુ ચરણ બપોરે ૧૨ વાગ્‍યાથી રાષ્ટ્રગાનની સાથે શરૂ થશે. ત્‍યારે બે લઘુ ફિલ્‍મોની સ્‍ક્રીનિંગ રાખવામાં આવશે. ત્‍યાર બાદ ડે. ચેરમેન રાજયસભા હરિવંશ, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનો સંદેશ વાંચશે.ᅠ રાજયસભામાં વિપક્ષ નેતા એટલે કે મલ્લિકાર્જુન ખડગેનું પણ સંબોધન હશે. આમ તો ખડગે નેતા વિપક્ષ પદથી રાજીનામુ આપી ચુક્‍યા છે પરંતુ તેમનું રાજીનામુ હાલ મંજૂર નથી થયુ અને હજુ પણ પદ પર છે. જોકે કોંગ્રેસે ઉદ્ધાટન કાર્યક્રમના બહિષ્‍કારની જાહેરાત કરી છે. એવામાં વિપક્ષ નેતાના સંબોધન પર સસ્‍પેન્‍સ યથાવત છે.ᅠ

કાર્યક્રમમાં ત્‍યાર બાદ સિક્કા અને સ્‍ટેમ્‍પ રિલીઝ કરવામાં આવશે. કાર્યક્રમના અંતમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન થશે અને બપોરે ૨.૩૦ વાગ્‍યે કાર્યક્રમનું સમાપન થશે.

(4:03 pm IST)