Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

હવે જર્મની મંદીમાં : ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થવ્‍યવસ્‍થામાં અણધાર્યો ઘટાડો

ઉંચા ફૂગાવાના કારણે ઉપભોકતા ખર્ચને અસર થઇ

નવી દિલ્‍હી તા.૨૬ : જર્મની દેશ હવે મંદીના ઓથાર નીચે આવી ગયો છે અને જીડીપીમાં મોટુ ગાબડુ પડયુ છે.

જર્મની હવે સત્તાવાર રીતે મંદીમાં છે. તાજેતરના ડેટા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જર્મનીની અર્થવ્‍યવસ્‍થામાં અણધાર્યો ઘટાડો થયો છે.

ફેડરલ સ્‍ટેટિસ્‍ટિક્‍સ ઓફિસ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, જાન્‍યુઆરી માર્ચમાં જર્મનીના ગ્રોસ ડોમેસ્‍ટિક -ોડક્‍ટ (જીડીપી)માં ૦.૩ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૨૨ના છેલ્લા ત્રમાસિક ગાળામાં જર્મનીના જીડીપીમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો. સતત બે ક્‍વાર્ટરમાં જીડીપીમાં ઘટાડો ટેકનિકલી રીતે મંદીનો સંકેત આપે છે.આ આંકડા જર્મન સરકાર માટે મોટો ફટકો છે. ગયા મહિને જ સરકારે આ વર્ષ માટે તેની વળદ્ધિની આગાહી બમણી કરી. સરકારે કહ્યું હતું કે દેશની અર્થવ્‍યવસ્‍થા ૦.૪ ટકાના દરે વળદ્ધિ કરશે. જાન્‍યુઆરીમાં ૦.૨ ટકાના દરે વળદ્ધિ થવાનો અંદાજ હતો.

અર્થશાષાીઓનું કહેવું છે કે ઊંચા ફુગાવાના કારણે ઉપભોક્‍તા ખર્ચને અસર થઈ છે. એપ્રિલમાં કિંમતો એક વર્ષ અગાઉ કરતાં ૭.૨ ટકા વધુ છે. વાસ્‍તવમાં જીડીપીએ દેશમાં ઉત્‍પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્‍યનો ઉલ્લેખ કરે છે.

(4:02 pm IST)