Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કૈલાશ ખેર ‘ખેલો ઇન્‍ડિયા ' ની મેનેજમેન્‍ટ ટીમ પર ઉકળી ઉઠ્‍યા

જો કે ઓપનિંગ સેરેમનીના અંતે ખેલાડીઓને નચાવ્‍યા પણ ખરા

લખનૌ : બીબીડી લખનઉમાં આયોજિત ખેલો ઈન્‍ડિયા યુનિવર્સિટી ગેમ્‍સના ઉદ્ધાટન કાર્યક્રમમાં પહોંચેલા જાણીતા  ગાયક કૈલાશ ખેર મેનેજમેન્‍ટ ટીમ પર ગુસ્‍સે થઈ ગયા હતા, કૈલાશ ખેરે  ગુસ્‍સામાં એવું પણ કહી દીધું કે અમને શિષ્ટાચાર શીખવા માટે એક કલાક રાહ જોવાની ? આ ખેલો ઈન્‍ડિયા શું છે? કૈલાશ ખેર વધુમાં કહે છે કે કલ્‍પના કરો કે એક સ્‍ટારને આટલું બધું સહન કરવું પડ્‍યું. ખેલાડીઓએ કેટલું સહન કર્યું હશે?

 સંચાલક  એક બાજુ કૈલાશ ખેરનાં નામનું એનાઉન્‍સમેન્‍ટ કરી રહ્યો હતો એ વખતે  સ્‍થળ પર પહોચવા માટે કોઈ વીઆઈપી ગેટ કે રસ્‍તાની વ્‍યવસ્‍થા ન હોય કૈલાશ ખેર ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા ,   લગભગ એક કલાક સુધી જામમાં અટવાયો હતો. કૈલાશે મંચ પર આવતા જ  કહ્યું હતું કે પોતે તથા પોતાની સાથેની ટીમ ટ્રાફિક જામ અને સુરક્ષા વ્‍યવસ્‍થાને કારણે તે એક કલાક સુધી પરેશાન હતા. તેના ઘણા સાથીદારો પણ ચિંતિત હતા. આયોજન ભલે ભવ્‍ય હોય પણ  કલાકારો માટે અલગ આવવા જવાની વ્‍યવસ્‍થા કરવી જોઈએ.

જોકે, ઓપનિંગ સેરેમનીના અંતે કૈલાશ ખેરે પોતાની ગાયકીથી સૌના દિલ જીતી લીધા હતા. સ્‍ટેડિયમમાં હાજર ખેલાડીઓએ તેના ગીતો પર  ડાન્‍સ કર્યો હતો. તેણે બબમ બબમ બમ...મંગલ મંગલ, ગોરાના તેમના સુપરહિટ ગીતો ખૂબ દિલથી ગાયા. આખું સ્‍ટેડિયમ તેને સાંભળી રહ્યું હતું. કૈલાશ ખેરે કોઈને નિરાશ કર્યા નથી. જ્‍યારે તેણે ઁતેરી દિવાનીઁ ગીત શરૂ કર્યું ત્‍યારે આખું સ્‍ટેડિયમ તેને સાંભળી રહ્યું હતું. તેમના દરેક ગીતો પછી આખું સ્‍ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્‍યું હતું. અધિક મુખ્‍ય સચિવ ડો.નવનીત સહગલ સહિત અનેક અધિકારીઓએ પણ છેલ્લા ગીત પર ડાન્‍સ કર્યો હતો.

(3:58 pm IST)