Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગોરી નાગોરી ઉપર બહેનના લગ્નમાં હુમલોઃ જીજાજી ઉપર લગાડયો આરોપઃ વિડીયો શેર કર્યો

બીગ બોસ-૧૬ની કન્‍ટેસ્‍ટસ્‍ટ અને રાજસ્‍થાનની શકીરા ગણાતી

મુંબઇ તા. ર૬: બીગ બોસ-૧૬ ની કંન્‍ટેસ્‍ટન્‍ટ અને રાજસ્‍થાનની શકીરા ગણાતી ગોરી નાગોરી ઉપર તેના બહેનના લગ્નમાં જીવલેણ હુમલો થયો હોવાનું ખુદ ગોરીએ તેના ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર જણાવ્‍યું હતું. તેણે એક વિડીયો પણ શેર કર્યો છે.

ગોરી મુજબ તેના બનેવીએ તેના અને પોતાની ટીમ ઉપર હુમલો કરાવ્‍યો છે. પોતાના જીવન ઉપર જોખમ હોવાનું જણાવી તેને કાંઇ પણ થશે તો તેની જવાબદારી બનેવીની રહેશે. જે વિડીયો શેર કરવામાં આવ્‍યો છે તેમાં લગ્ન સમારંભમાં કેટલાક લોકો લાતો-મુકકાની સાથે ખુરશીથી હુમલો કરતા દેખાય છે. ગોરી પણ દુઃખ વ્‍યકત કરતી નજરે પડે છે. ગોરીએ મુખ્‍યમંત્રી ગેહલોત પાસે મદદની ગુહાર લગાવી છે.

(3:37 pm IST)