Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

૨૦૨૪માં મોદી સરકાર બનશે તો સેન્‍સેક્‍સ ૧ લાખ થશે

બ્રોકરેજ ફર્મ જેફરીઝમાં ઇકવીટી સ્‍ટ્રેટજીના ગ્‍લોબલ હેડ ક્રિસ વુડની ભવિષ્‍યવાણી : ભારતીય શેરબજાર ઉંચી ઉડાન ભરવા તૈયાર છેઃ જો ૧ લાખને સ્‍તરને પાર કરતાં ૫ વર્ષ લાગશે : બજારમાં લોંગ ટર્મ તેજી ચાલુ રહેશે : પાછલા ૫ વર્ષમાં ૭૬.૮૩ ટકા સેન્‍સેકસ ઉછળ્‍યો

નવી દિલ્‍હી,તા. ૨૬ : વિશ્વભરના શેરબજારો મંદીથી પીડિત છે ત્‍યારે ભારતીય શેરબજાર હજુ વધુ ઉડાન ભરવા માટે બેતાબ છે. આગામી થોડા વર્ષોમાં સેન્‍સેક્‍સ ૧૦૦૦૦૦દ્ગક સપાટીને પાર કરી શકે છે. આવો દાવો ભારતીય શેરબજારના નિષ્‍ણાત ક્રિસ વૂડે કર્યો છે. બ્રોકરેજ ફર્મ જેફરીઝમાં ઇક્‍વિટી સ્‍ટ્રેટેજીનાં વૈશ્વિક વડા ક્રિસ વૂડે કહ્યું છે કે BSE સેન્‍સેક્‍સ ૧,૦૦,૦૦૦નો આંકડો પાર કરી શકે છે, પરંતુ આ સીમાચિહ્ન હાંસલ કરવામાં પાંચ વર્ષ લાગી શકે છે.

વુડે જણાવ્‍યું હતું કે ભારતીય શેરબજાર લાંબા ગાળામાં વૃદ્ધિ કરતું રહેશે, પરંતુ ટૂંકા ગાળામાં તેના માટે કેટલાક પ્રશ્નો મહત્‍વપૂર્ણ છે. દેશમાં આવતા વર્ષે સામાન્‍ય ચૂંટણીઓ યોજાવાની છે અને આને લગતો તેમનો પહેલો પ્રશ્ન એ છે કે શું મોદી સરકાર ફરીથી ચૂંટાશે? શેરબજાર છેલ્લા ઘણા સમયથી ટાઇટ રેન્‍જમાં ટ્રેડ થઈ રહ્યું છે. તેના કારણે રિટેલ રોકાણકારોની પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. એવામાં બીજું જોખમ છૂટક રોકાણકારો સાથે સંબંધિત છે.

આવતા ૧૨ મહિના દરમિયાન એક પ્રશ્ન મહત્‍વનો રહેશે કે મોદી સરકાર ફરી સત્તામાં આવશે કે નહીં. આ સિવાય રિટેલ રોકાણકારોની પ્રવૃત્તિમાં ઘટાડો પણ ચિંતાનો વિષય છે. ફેબ્રુઆરી સુધીના ત્રણ મહિનામાં વિદેશી રોકાણકારોએ ૪.૫ અબજ ડોલરના ભારતીય શેર વેચ્‍યા છે, જયારે માર્ચથી અત્‍યાર સુધીમાં તેઓએ ૭ અબજ ડોલરના શેર ખરીદ્યા છે. એટલે કે સ્‍થાનિક બજારમાં ફરી એકવાર FIIનો ફર્લોએ યુ ટર્ન લીધો છે.

જો સેન્‍સેક્‍સની વિશે વાત કરીએ તો છેલ્લા ૫ વર્ષમાં તે ૭૬.૮૩ ટકા વધીને ૬૨૨૯૨ના સ્‍તરે પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન ૨૭૦૭૩ પોઈન્‍ટનો ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ, જો આપણે છેલ્લા ૩ વર્ષની વાત કરીએ તો, ૩ એપ્રિલ ૨૦૨૦ ના રોજ સેન્‍સેક્‍સ ૨૭૫૯૦ ની ઉપર છે. નરેન્‍દ્ર મોદી સરકારના છેલ્લા નવ વર્ષમાં ઈક્‍વિટી બેન્‍ચમાર્ક સેન્‍સેક્‍સ અને નિફટીમાં ૧૫૦ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. આ કિસ્‍સામાં વુડનો દાવો ખોટો નથી.

(3:17 pm IST)