Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ઉત્તરપ્રદેશમાં ફરી ઘણા ધાર્મિક સ્થળો પર લગાવાયા લાઉડ સ્પીકર:તાત્કાલિક દૂર કરવા યોગી આદિત્યનાથનો આદેશ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાને લઈ એક મહત્વની બેઠક યોજાઇ

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાને લઈ એક મહત્વની બેઠક યોજાઇ હતી.જેમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે તેઓ ઘણા જિલ્લાના પ્રવાસ પર હતા, ત્યારે તેમને ફરીથી ઘણા ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવેલા જોવા મળ્યા. જ્યારે અગાઉ ચલાવવામાં આવેલ ઝુંબેશમાં તમામ લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ જાહેર સુનાવણી સુનિશ્ચિત કરવી જોઈએ અને સામાન્ય લોકોની સમસ્યાઓ સમયબદ્ધ રીતે ઉકેલવી જોઈએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં યોગીએ કહ્યું કે, જનપ્રતિનિધિઓ સાથે સંવાદ, વિકાસના કામો યોગ્યતાના આધારે કરવા જોઈએ. વ્યસનમુક્તિ અંગે યોગીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ પેડલર્સ સામે કડક કાર્યવાહી અને અસરકારક ઝુંબેશ શરૂ કરવી જોઈએ અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કેપ્ટને બ્લોક, પોલીસ સ્ટેશન, તહેસીલ અધિકારીઓની કામગીરીની નિયમિત સમીક્ષા કરવી જોઈએ. તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા મુખ્યાલયોને સેફ સિટી પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.

(12:00 am IST)