Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વડાપ્રધાન મોદી ફ્રાન્સના નેશનલ ડે પરેડમાં મુખ્ય અતિથિ હશે : ભારતીય ફાઈટર જેટ પણ માર્ચ કરશે

પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની પરેડમાં ભાગ લેનારા ભારતના બીજા વડાપ્રધાન હશે

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ વર્ષે ફ્રાન્સના પેરિસમાં 14 જુલાઈએ બેસ્ટિલ-ડે પરેડના મુખ્ય અતિથિ હશે. નવી દિલ્હીમાં ફ્રેન્ચ દૂતાવાસે ટ્વિટર પર આ માહિતી આપી હતી. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની પરેડમાં ભાગ લેનારા ભારતના બીજા વડાપ્રધાન હશે. અગાઉ 2009માં ફ્રાંસની સરકારે તત્કાલિન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા.

   
(12:00 am IST)