Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ભાજપના પૂર્વ નેતા જગમાલ વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા

જગમલ વાળાએ કહ્યું - કેજરીવાલ સાહેબમાં મને અટલ બિહારી વાજપેયી દેખાય છે.

ભાજપના પૂર્વ નેતા જગમાલ વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ અને સંસ્થાપક સદસ્ય કિશોરભાઈ દેસાઈએ ખેસ અને ટોપી પહેરાવી જગમાલ વાળાનુ સ્વાગત કર્યું હતું.

જગમાલ વાળાએ કહ્યું હતું કે ભાજપ વિકાસના નામે 50 ટકા પૈસા ખાઈ જાય છે. તેઓએ ઉમેર્યું હતું કે કોંગ્રેસ પૂરી થઇ ગઇ છે. કેજરીવાલ સાહેબમાં મને અટલ બિહારી વાજપેયી દેખાય છે. ભાજપ અને કોંગ્રેસ ધર્મનાં નામે રાજનીતિ કરે છે.ભાજપ-કોંગ્રેસ અંદરખાને મળેલી પાર્ટી છે.

(12:04 am IST)