Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યની કારે 3 રાહદારીઓને હડફેટમાં લઇ લીધા : હોસ્

કટની : કટની જિલ્લાના બરવાડાના ધારાસભ્ય વિજય રાઘવેન્દ્ર સિંહ ઉર્ફે બબલુ સિંહની કારે ત્રણ લોકોને ટક્કર મારી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે બરવાડા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યની કારે 3 લોકોને ટક્કર મારી છે. અકસ્માતમાં ઘાયલ ત્રણેયની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ત્રણેય ઈજાગ્રસ્તોની સારવાર હજુ પણ હોસ્પિટલમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કટની જિલ્લાના બરવાડાના ધારાસભ્ય વિજય રાઘવેન્દ્ર સિંહ ઉર્ફે બબલુ સિંહની કારે ત્રણ લોકોને ટક્કર મારી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે બરવાડા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રોડ અકસ્માત બરવારા માર્કેટ પાસે થયો હતો.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:34 pm IST)