Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

૧ જૂનથી કાર - બાઇક ખરીદવી મોંઘી પડશે

કાર ખરીદનારાઓ માટે મહત્‍વપૂર્ણ સમાચાર

નવી દિલ્‍હી તા. ૨૬ : દેશમાં સતત મોંઘવારી સાતમા આસમાને પહોંચી રહી છે. એકતરફ પેટ્રોલ અને જીવન જરૂરિયાતની વસ્‍તુઓ સતત મોંઘી બનતી જાય છે. ત્‍યારે સરકાર ઘણી વસ્‍તુઓના ભાવ ઘટાડવા માટે તૈયાર છે. ત્‍યારે હવે ૧ જૂનથી કાર ખરીદનારો માટે મુશ્‍કેલીઓ વધવાની છે. માર્ગ પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરી જણાવ્‍યું છે કે વિભિન્ન શ્રેણીઓના વાહનોમાં થર્ડ પાર્ટી ઇંશ્‍યોરન્‍સ પ્રીમિયમમાં વધારો કરવામાં આવશે. ઇંશ્‍યોરન્‍સ પ્રીમિયમમાં ૬ ટકાથી માંડીને ૧૭ ટકાનો વધારો થવાનો છે.

સરકારી નોટિફિકેશન અનુસાર ૧૦૦૦ થી ૧૫૦૦ સીસી સુધીની પ્રાઇવેટ કારો પર ઇંશ્‍યોરન્‍સ પ્રીમિયમમાં ૬%નો વધારો કરવામાં આવશે. તો બીજી તરફ ૧૦૦૦ સીસી સુધીની કારો પર થનાર થર્ડ પાર્ટી ઇંશ્‍યોરન્‍સ (એક હપ્તે ૩ વર્ષ) માં ૨૩% વધુ ચૂકવવા પડશે. તો બીજી તરફ ૧૦૦૦ થી ૧૫૦૦ સીસીની નવી પ્રાઇવેટ કારોનું થર્ડ પાર્ટી પ્રીમિયમ પણ હવે ૧૧% ચૂકવવું પડશે.

સાથે જ નવા ટુ વ્‍હીલરની ખરીદી માટે આ મોંઘવારી પર અસર પડશે. તમને જણાવી દઇએ કે બાઇક ખરીદદારોનો થર્ડ પાર્ટી પ્રીમિયમ હવે ૧૭% વધુ આપવું પડશે.

(11:27 am IST)