Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ચીનને જવાબ આપવાની તૈયારીઃ PMને ત્રણેય સેનાઓએ બ્લૂપ્રિન્ટ સોંપી

ત્રણેય સેનાઓએ વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા હાજર ડિફેન્સ એસટ્સ અને તણાવ વધવાની સ્થિતિમાં રણનીતિક અને વ્યૂહાત્મક વિકલ્પોને લઇને સૂચનો આપ્યા

નવી દિલ્હી, તા.૨૭: ચીનની સાથે સરહદે તણાવની સ્થિતિમાં પીએમ મોદીએ મંગળવારે સાંજે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં લદ્દાખની સ્થિતિ પર વિસ્તારથી રિપોર્ટ મેળવી. સૂત્રો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ત્રણેય સેનાઓ સાથે વર્તમાન સ્થિતિ પર વિકલ્પ સૂચવવા કહ્યું છે.

ત્રણેય સેનાઓ તરફથી લદ્દાખમાં ચીન સાથેની તણાવની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં આવી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. ત્રણેય સેનાઓએ વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા હાજર ડિફેન્સ એસટ્સ અને તણાવ વધવાની સ્થિતિમાં રણનીતિક અને વ્યૂહાત્મક વિકલ્પોને લઇને સૂચનો આપ્યા. ત્રણેય સેનાઓએ વર્તમાન સ્થિતિને લઇને પોતાની તૈયારીઓની બ્લૂપ્રિન્ટ પીએમ મોદીને સોંપી.

પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સીડીએસ જનરલ બિપિન રાવત પાસે સ્થિતિની જાણકારી મેળવી. જનરલ બિપિન રાવતે ત્રણેય સેનાઓ તરફથી વર્તમાન સ્થિતિ અને તેનો સામનો કરવામાં માટે ઇનપુટ આપ્યા. સાથે જ સેનાઓની તૈયારીઓની બ્લૂપ્રિન્ટ રજૂ કરી.

નોંધનીય છે કે પૂર્વી લદ્દાખ પાસે ચીનના વિસ્તારમાં ચીન અને પાકિસ્તાનનું સંયુકત 'શાહીન' નામથી યુદ્ઘ અભ્યાસ ચાલી રહ્યો હતો. ત્યારબાદથી ચીન દૌલત બેગ ઓલ્ડી, ગલવાન નાલા અને પેંગ્યોંગ લેક પર પોતાના ૫૦૦૦થી વધારે સૈનિકોને ટેન્ટ સાથે તહેનાત કરી દીધા છે.

ભારતે પણ ચીનના સૈનિકો સામે બરાબર સંખ્યામાં ટેન્ટ સાથે પોતાના સૈનિકોને તહેનાત કરી દીધા છે. આ પહેલા ૬ અને ૭ મે એ ચીન અને ભારતના સૈનિકોની બોર્ડરની દેખરેખ દરમિયાન પેંગ્યોંગ સરોવર વિસ્તારમાં ટકરાવ થયો હતો. ત્યારથી પૂર્વી લદ્દાખની બોર્ડર પર સતત તણાવ જોવા મળી રહ્યો છે.(૨૩.૩)

(10:20 am IST)