Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ચીનથી વિવાદ પર પી.એમ. મોદીએ NSA અને CDS સાથે કરી બેઠક : ત્રણેય સેનાઓએ તૈયારીઓની બ્લૂપ્રિન્ટ આપી

નવી દિલ્હી : ચીન સાથે બનેલ તનાતનીના હાલત વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના હાલાત પર વિસ્તૃત રિપોર્ટ લીધો. સૂત્રોના મુતાબિક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓથી હાલની હાલાત પર વિકલ્પ સુઝાવવા માટે કહ્યું છે ચીન સાથે બનેલ હાલાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવ્યો છે. બેઠકમાં સીએસડી અજીત ડોભાલ હાજર હતા.

ત્રણેય સેનાઓએ હાલની હાલતને ધ્યાને લઇ રણનીતિક અને સામયિક વિકલ્પોને લઇ સુઝાવ આપ્યો પોતાની તૈયારીઓની બ્લૂપ્રિન્ટ પ્રધાનમંત્રીને આપી બિપિન રાવતએ પણ હાલાતની જાણકારી લીધી. ચીન અને ભારત એ સામસામે સૈનિકો તૈનાત કર્યા છે. ભારત-ચીન સૈનિકો વચ્ચે ઝડપ પણ થયેલી ભારત આ વખતે ચીનને એની ભાષામાં જવાબ આપવા તૈયાર છે.

(11:37 pm IST)
  • ' જેવા સાથે તેવા ' : લડાખ બોર્ડર ઉપર ચીન જેટલા સૈનિકો મુકશે તેટલા ભારત પણ મુકશે : રક્ષામંત્રી રાજનાથસિંહ ,ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત ,તથા ત્રણે સેનાઓના પ્રમુખ વચ્ચે મિટિંગ અને મસલત ચાલુ : સંઘર્ષ વિરામ માટે વાતચીત ચાલુ રાખવાની સાથે રક્ષણ ક્ષેત્રે બાંધછોડ નહીં કરાય access_time 6:20 pm IST

  • વાવાઝોડુ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ત્રાટકે તેવી હાલ ૭૦% શકયતાઃ ૩ થી ૫ જૂન વચ્ચે ધમરોળશે!: યુરોપિયન મોડલ અને અમેરિકન મોડલ મુજબ અરબી સમુદ્રમાં વાવાઝોડુ બની રહ્યુ છે, ૨૯ કે ૩૦ મેના લોપ્રેશર બનશે બાદ ઉત્તરોત્તર મજબૂત બનશે. તા.૨ જૂન સુધી વાવાઝોડામાં પરિવર્તિત થશે. હાલના અનુમાન મુજબ વાવાઝોડુ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ૭૦% આવે તેવો અંદાજ છે : સિસ્ટમ્સ બન્યા બાદ તે કંઈ તરફ ગતિ કરે છે તેના પર આધાર છે : આ વાવાઝોડુ ઉદ્દભવશે જેથી ૧લી જૂને કેરળમાં ચોમાસુ બેસી જશે : સિસ્ટમ્સ બન્યા બાદ તેનો ટ્રેક કઈ તરફ આગળ વધે છે તેના ઉપર ખ્યાલ આવશે access_time 11:17 am IST

  • રાજકોટમાં ૪૦.૪ ડીગ્રીઃ પવનની ઝડપ ૨૨ કિ.મી. access_time 3:34 pm IST