Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોના વાયરસ ઉપર કાબૂ મેળવવામાં જાપાન સફળ

લોકડાઉન નથી, રેસ્ટોરન્ટ્સ, સલૂન ખુલી રહ્યા છે : જાપાનના લોકો પોતાની હેલ્થ પ્રત્યે ખૂબ જાગૃત છે જેનો લાભ તેઓને કોરોનાની મહામારી દરમિયાન જોવા મળ્યો

નવી દિલ્હી, તા. ૨૬ : જાપાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના માત્ર ૧૬૫૬૯ કેસ નોંધાયા છે જે પૈકી ૧૩૨૪૪ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે અને કોરોના વાયરસના કારણે જાપાનમાં અત્યાર સુધીમાં કુલ ૮૨૫ લોકોના મોત થયા . વર્ષ ૨૦૧૮ના આંકડા મુજબ જાપાનની કુલ વસ્તી ૧૨ કરોડ ૬૫ લાખની આસપાસ છે. જાપાન કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં મહ્દ અંશે સફળ થયો છે. તેઓ લગભગ જંગ જીતી ગયા છે. હવે જાપાનમાં લોકડાઉન નથી અને રેસ્ટોરન્ટ્સ તેમજ સલૂન ખુલી રહ્યા છે. ત્યાં મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ પણ નથી થયું તેમ છતાં તેઓ કોરોના પર કાબૂ મેળવવામાં કેવી રીતે સફળ થયા ચાલો જાણીએ. એક ઈન્ટરનેશલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, જાપાનમાં ઘરની બહાર નીકળો ત્યારે મોં પર માસ્ક પહેરવું તે તેમની જીવનશૈલીનો મહત્ત્વનો ભાગ છે.

          હંમેશા બહાર નીકળતી વખતે મોં પર માસ્ક પહેરવાની આદતના કારણે સંક્રમણની શક્યતા ઘટી જાય છે. જ્યારે ત્યાં કોરોના વાયરસના કેસ આવ્યા હોવાનું જાણવા મળતા શાળાઓ બંધ કરવામાં આવી હતી. જાપાનના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સાવધાન રહે છે અને ત્યાં વધુ વજન ધરાવતા લોકોની સંખ્યા પણ ઓછી છે. જાપાનમાં હેલ્થકર્મીઓનું પ્રમાણ વધારે છે અને ત્યાં મેડિકલ સ્ટાફને ચોક્કસ ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી પ્રકારની મહામારી આવે તો તેઓ તૈયાર રહે. જ્યારે જાપાનમાં કોરોના વાયરસના કેસ આવ્યા ત્યારે તેમણે ક્લબો, હોસ્પિટલો અને કેટલાંક સમૂહો પર ચોક્કસ નજર રાખી.

          હવે ત્યાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતાં ઇમરજન્સી હટાવી લેવામાં આવી છે. જાપાનના લોકો પોતાની હેલ્થ પ્રત્યે ખૂબ જાગૃત છે જેનો લાભ તેઓને કોરોનાની મહામારી દરમિયાન જોવા મળ્યો. જાપાનમાં કુલ વસ્તીના માત્ર . ટકા લોકોનું ટેસ્ટિંગ આવ્યું છે. તેમણે કોઈ હાઈ ટેક્નોલૉજીનો પણ ઉપયોગ નથી કર્યાે તેમ છતાં તેઓ કોરોના વાયરસ પર મહદ્ અંશે કાબૂ મેળવવામાં સફળ થયા છે.

(8:07 pm IST)