Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

છેલ્લા 2 મહિનામાં લોકડાઉનના કારણે શોપીંગ મોલ સેક્‍ટરને 90 હજાર કરોડનું નુકશાનઃ શોપીંગ સેન્‍ટર એસોસિએશન ઓફ ઇન્‍ડિયાએ ચિંતા વ્‍યક્‍ત કરી

નવી દિલ્હીઃ શોપિંગ સેન્ટર એસોસિએશન ઓફ ઈન્ડિયા (ASCAI)એ સોમવારે કહ્યું કે, છેલ્લા બે મહિનામાં લૉકડાઉનને કારણે સેક્ટરને 90 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેવામાં આ સેક્ટરને રેપોરેટ ઘટાડો અને આરબીઆઈ દ્વારા વિસ્તારિત રૂણ મોફૂકીથી વધુની જરૂર છે. ઉદ્યોગ મંડળે એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા કરવામાં આવેલા રાહત ઉપાય ઉદ્યોગોની લિક્વિડિટીની જરૂરીયાતને પૂરી કરવા માટે પૂરતા નથી.

માત્ર મોટા શહેરોમાં નથી મોલ

એસસીએઆઈ અનુસાર, એક સામાન્ય ખોટો ખ્યાલ છે કે શોપિંગ સેન્ટરનો ઉદ્યોગ માત્ર મોટા ડેવલોપર્સ, ખાનગી ઇક્વિટી ખેલાડીઓ અને વિદેશી રોકાણકારોના રોકાણની સાથે મહાનગરો અને મોટા શહેરોની આસપાસ જ કેન્દ્રીત છે. 550થી વધુ સિંગલ સ્ટેન્ડઅલોન ડેવલપપર્સની માલિકી વાળા છે, જે દેશભરમાં 650 સંગઠિત શોપિંગ સેન્ટરોની બહાર છે અને નાના શહેરોમાં આવા 1 હજારથી વધુ નાના કેન્દ્ર છે.

દાવ પર લાગેલું છે અસ્તિત્વ

એસસીઆઈના અધ્યક્ષ અમિતાભ તનેજાએ કહ્યુ, સંગઠિત રિટેલ ઉદ્યોગ સંકટમાં છે અને લૉકડાઉન બાદથી કોઈ આવક થઈ નથી. તેવામાં તેનું અસ્તિત્વ દાવ પર લાગેલું છે, જ્યારે લોન મોફૂકી સ્થગતનનો વિસ્તાર કેટલિક રાહતની વાત કરે છે, પરંતુ તેનાથી ખાસ મદદ મળશે નહીં. તેમણે કહ્યુ, આ ક્ષેત્રને ફરી જીવતો કરવા માટે સરકારની લાંબા ગાળાની લાભકારી યોજનાની ખુબ જરૂરીયાત છે.

તનેજાએ કહ્યુ, સૌથી સુરક્ષિત, જવાબદાર અને નિયંત્રિત વાતાવરણ હોવા છતાં મોલોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી, જેથી ઘણા લોકોની નોકરી જશે અને ઘણા મોલ ડેવલોપર્સની દુકાનો બંધ થઈ શકે છે.

બેન્કોને લાગી શકે છે 25 હજાર કરોડનો ઝટકો

કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેન્કને આપેલી અરજીમાં એસોસિએશને તે પણ જણાવ્યું છે કે આરબીઆઈથી નાણાકીય પેકેજ અને પ્રોત્સાહનના અભાવમાં 500થી વધુ શોપિંગ સેન્ટરો દેવાળું ફુંકી શકે છે, જેથી બેન્કિંગ સેક્ટરને 25 હજાર કરોડ રૂપિયાનું એનપીએ થઈ શકે છે.

(5:12 pm IST)