Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ભારતના મંદિરોમાં રિઝર્વ બેન્કના ગોલ્ડ રિઝર્વ કરતાં ત્રણ ગણું ર,૦૦૦ ટન સોનું

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે સરકારને મંદિરોનું સોનું લેવાની સલાહ આપી હતી

નવી દિલ્હી તા. ર૬ : બે અઠવાડિયા પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણના એક ટ્વિટે ખુબ વિવાદ અને ચર્ચાઓ જગાવી હતી. ટ્વિટમાં ચૌહાણે લખ્યંુ હતું કે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના દાવા મુજબ ભારતના ધાર્મિક ટ્રસ્ટો પાસે એક ટ્રિલિયન ડોલર (અંદાજે ૭૬ કરોડ)નું સોનું છે. ભારત સરકારે આ તમામ ધાર્મિક ટ્રસ્ટો પાસે રહેલા સોનાનો ઉપયોગ કરવો જોઇએ. ઇમર્જન્સી જેવી સ્થિતિમાં સરકાર ગોલ્ડ બોન્ડ્ઝ દ્વારા ઓછા વ્યાજદરે આ સોનું ઉધાર લઇ શકે છે.

ચૌહાણના આ ટ્વિટ બાદ ભાજપના નેતાઓ તેમના પર રીતસર વરસી પડયા હતા. ભાજપના રાજયસભાના સાંસદ રાકેશ સિન્હા પણ તેમાંથી એક હતા. તેમણે આ ટ્વિટના જવાબમાં  લખ્યું હતું કે, શું કોંગ્રેસ પોતાના નેતા પૃથ્વીરાજ ચૌહાણના વિચારો સાથે સહમત છે કે મંદિરોનું સોનું લઇ લેવું જોઇએ ? શું પૃથ્વીરાજ ચૌહાણ એકલા કેથેડ્રલ ચર્ચની જમીન કે જેની અંદાજિત કિંમત રૂપિયા ૭,૦૦૦ કરોડ  છે, વકફ કે જેની અંદાજિત સંપત્તિ ૬૦ લાખ કરોડ રૂપિયા છે, તેનોઉપયોગ કરવાની પણ વાત કરશે?

આ બે અઠવાડીયા પહેલાની વાત છે, પરંતુ સોશિયલ મિડિયા પર તેની ચર્ચા હજુ પણ ચાલુ જ છે. શું દેશનું સોનું આ ઇમર્જન્સીની સ્થિતિમાં ઉપયોગમાં લેવાવું જોઇએ? શું વકફ બોર્ડ પાસે પણ સોનું છે ? શું તેની સંપતિનો પણ કોરોનાના કારણે ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને બેઠી કરવામાં ઉપયોગ થશે?

આ મુદ્દે કેટલાક રિસર્ચ પણ થયા જેમાં જાણવા મળ્યું કે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અનુમાન મુજબ, ભારતના મંદિરોમાં બે હજાર ટન સોનું છે. અલગ અલગ અનુમાનોમાં તેને ત્રણથી ચાર હજાર ટન વચ્ચે જણાવાયું છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની વાત માનીએ તો, ભારતના મંદિરો પાસે જે સોનું છે તે ભારતની રિઝર્વ બેન્ક પાસે રહેલા સોનાનું ત્રણ ગણું છે. જુન, ર૦૧૯ ના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ, ભારતીય રિઝર્વ બેન્ક પાસે ૬૧૮ ટન સોનું રહેલું છે.

(3:25 pm IST)