Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

દુબઈની નોકરી છોડી માતાને મળવા ભારત આવેલો યુવક મળી ન શક્યો : 14 દિવસના ક્વોરેન્ટાઇન સમય દરમિયાન બીમાર માતાનું મોત થતાં મોઢું પણ ન જોઈ શક્યો

ન્યુદિલ્હી : છેલ્લા 6 વર્ષથી દુબઈમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના યુવક આમીરખાનને  પોતાની માતા બીમાર હોવાની જાણ થતા તે 13 મે ના રોજ નોકરી છોડી વતન આવવા માટે નીકળી ગયો હતો.પરન્તુ ભારત આવ્યા પછી ફરજીયાત 14 દિવસના ક્વોરેન્ટાઇન  પીરીઅડ દરમિયાન 16 તારીખે જ તેની માતાનું મૃત્યુ થયું હતું.તેથી તે પોતાની માતાનું મોઢું પણ છેલ્લી વાર જોઈ શક્યો નહોતો.

માતાના મૃત્યુના સમાચાર મળતા તેણે ભારત સરકાર સમક્ષ રજુઆત કરી પોતે સાવચેતીના તમામ પગલાંનું પાલન કરશે તેવી ખાત્રી આપી માતાનું છેલ્લી વાર મોઢું જોવા માંગણી કરી હતી પરંતુ તેની કોઈ અસર થઇ નહોતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:31 pm IST)