Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ચીનમાં કોરોનાનો પ્રકોપ ઘટતાં જ માંસની માંગણી રેકોર્ડ સ્તરે : આયાતમાં 170 ટકાનો વધારો નોંધાયો

બેજિંગઃ : કાનખજૂરા ,વીંછી,સાપ ,તેમજ જંગલી જનાવરોને પણ ખાઈ જતા ચીનાઓ કોરોના વાઇરસનો પ્રકોપ ઘટતાં જ માંસની ખરીદી ઉપર તૂટી પડ્યા છે.બજારો ખરીદારોથી ઉભરાવા લાગી છે.જંગી ખરીદીને કારણે દેશમાં માંસની આયાતમાં 170 ટકાનો વધારો નોંધાયો છે.

ચીન દુનિયામાં પોર્ક એટલે કે સુવરના માંસનું સૌથી મોટું ગ્રાહક છે. કોરોનાના કારણે અન્ય દેશોમાં પોર્ક ખૂબ જ સસ્તું થયું છે. જેના અક્રને ચીનના લોકો તેનો સ્ટોક કરવામાં લાગી ગયા છે. આ વર્ષના  પહેલા ચાર મહિનામાં ચીનના કુલ માંસની આયાત ૫૪ ટકાથી વધીને ૬.૮ લાખ ટન સુધી પહોચી ગઈ છે.
ન્યુઝ એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ, આ વર્ષના પહેલા ચાર મહિનામાં ચીનમાં ૧૩.૫ લખ ટન પોર્કની આયાત કરવામાં આવી હતી, જે એક વર્ષ પહેલાની અવધિના મુકાબલે ૧૭૦.૪ ટકા વધારે છે. ચીનના સ્થાનિક બજારમાં ઉત્પાદનમાં ઘટાડો હોવાથી પોર્કનો રેટ વધી ગયો છે, જેના કારણે આયાત પર વધારે મુકવામાં આવ્યો છે.

(12:31 pm IST)