Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ભારત ત્રીજા તબક્કામાં ? કોમ્યુનીટી ટ્રાન્સમિશન શરૂ?

અમદાવાદ, મુંબઇ, સુરત સહિત ૧૦ શહેરોમાં શરૂ કરાશે સેરો સર્વે : ૧૦ શહેરો ઉપરાંત ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૬૦ જિલ્લાઓમાં પણ થશે સર્વેઃ સર્વેનું પરિણામ નક્કી કરશે આગળની કાર્યવાહી

નવી દિલ્હી તા. ૨૬ : ભારતમાં દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૭ હજાર કેસ નોંધાયા છે. આ સાથે જ મૃત્યુઆંક પણ ૪ હજારને પાર કરી ગયો છે. જેથી હવે ડર છે કે શું કોરોના ભારતમાં ત્રીજા તબક્કામાં પહોંચી ગયો છે?

ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન તો શરૂ નથી થયુ ને? તે જાણવા માટે ભારતના ૧૦ હોટસ્પોટ શહેરોમાં સેરો સર્વે હાથ ધરવામાં આવશે.

દેશના ૧૦ શહેરોમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ છે. સર્વેક્ષણ માટે ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને અન્ય એજન્સીઓ દ્વારા પ્રોટોકોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સૌથી વધુ કેસ ધરાવતા ૧૦ શહેરોમાં મુંબઇ, દિલ્હી, પુણે, અમદાવાદ, થાણે, ઇન્દોર, જયપુર, ચેન્નાઈ અને સુરતનો સમાવેશ થાય છે. આ શહેરોમાં સેરો સર્વે કરવામાં આવશે. આ સર્વેમાં ૧૦ શહેરો સિવાય ૨૧ રાજયોના ૬૦ જિલ્લાઓ અને દેશના કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જિલ્લાઓમાં ૧૦ લાખ વસ્તી દીઠ સંક્રમિત કેસોના આધારે નિર્ણય લેવામાં આવશે. જે ઝીરો, લો, મીડિયમ અને હાઈ, આમ ચાર કેટેગરીમાં વહેંચાયેલા છે. ICMR કહે છે કે દરેક કેટેગરીમાંથી ૧૫ જિલ્લાઓની પસંદગી કરવામાં આવશે અને કુલ ૨૪,૦૦૦ લોકોના નમૂના લેવામાં આવશે. આ અંગે ઇન્ડિયન જર્નલ મેડિકલ ઓફ રિસર્ચ (IJMR)માં પ્રોટોકોલ્સ પ્રકાશિત થયા છે.પરિણામો બાદ ભારતની સ્થિતિ નક્કી કરાશે.

ICMRએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે દરેક જિલ્લામાંથી ૧૦ રેન્ડમ કલસ્ટર્સની ઓખળ કરવામાં આવશે અને ઘરોમાંથી નમૂનાઓ લેવાનું શરૂ કરવામાં આવશે. આ સર્વેના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી ભારત કોરોના સામે કઈ દિશામાં લડશે તે નક્કી કરવામાં આવશે.

સેરો સર્વેક્ષણમાં લોકોના એક ગ્રુપના બ્લડ સીરમ એકત્રિત કરીને જુદા જુદા સ્તરે તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. જેથી કોરોના વાયરસના સ્કેલને શોધી શકાશે. આ સર્વે IMCR, NCDC અને રાજયના આરોગ્ય વિભાગના અધિકારીઓના સહયોગથી કરવામાં આવશે.

સર્વે પ્રક્રિયા અનુસાર, સ્ટડી ટીમ રેન્ડમ ઘરોની મુલાકાત લેશે અને તેમને સર્વેની પ્રક્રિયા અને ઉદ્દેશો વિશે જણાવશે. ત્યારબાદ પરિવારો પાસેથી લેખિત સંમતિ લેવામાં આવશે. આ સિવાય બેઝિક ડેમોગ્રાફિક ડિટેલ, કોરોનાના કેસના સંપર્કનો ઇતિહાસ, તેમજ એક મહિનામાં કોવિડ -૧૯ જેવા લક્ષણો અને કિલનિકલ ઇતિહાસ નોંધવામાં આવશે.કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ટ્રેન્ડને શોધવા માટે લોકોના બ્લડ સીરમની તપાસ કરવામાં આવશે. દરેક જિલ્લાના ૧૦ કલસ્ટરોમાંથી ૪૦૦ લોકોના લોહીના નમૂના લેવામાં આવશે. ઘરમાંથી ફકત એક જ વ્યકિતના નમૂના લેવામાં આવશે. ICMR, આરોગ્ય વિભાગ, NCDC, રાજય આરોગ્ય વિભાગ અને WHOની મદદ સાથે આ સર્વે હાથ ધરવામાં આવશે.

સેરો સર્વેક્ષણના આ પગલાથી સરકાર અને તેની એજન્સીઓને કોરોનાના વધતા જતા પ્રકોપ પર નજર રાખવામાં મદદ મળશે. તેની સાથે દેશના કોઈપણ ભાગમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની પણ તપાસ કરવામાં આવશે. સર્વેના પરિણામો આગળની વ્યૂહરચનામાં મદદ કરશે. સૌથી વધુ કોરાના સંક્રમિત વિસ્તારોમાં લોકડાઉન નક્કી કરવામાં પણ મદદ મળશે.

 વિશ્વ

સંક્રમિત  -  ૫૬,૦૩,૦૩૭

સ્વસ્થ    -  ૨૩,૮૧,૬૧૪

મૃત્યુઆંક -  ૩,૪૮,૧૬૬

ટોપ ૧૦ દેશ

રાજ્ય

સંક્રમિત

મૃત્યુ

અમેરિકા

૧૭,૦૬,૨૨૬

૯૯,૮૦૫

સ્પેન

૨,૮૨,૪૮૦

૨૬,૮૩૭

યુ.કે.

૨,૬૧,૧૮૪

૩૬,૯૧૪

રશિયા

૩,૬૨,૩૪૨

૩૮૦૭

ઇટાલી

૨,૩૦,૧૫૮

૩૨૮૭૭

ફ્રાંસ

૧,૮૨,૯૪૨

૨૮,૪૩૨

જર્મની

૧,૮૦,૭૮૯

૮૪૨૮

બ્રાઝીલ

૩,૭૬,૬૬૯

૨૩,૫૨૨

તુર્કી

૧,૫૭,૮૧૪

૪૩૬૯

ઇરાન

૧,૩૭,૭૨૪

૭૪૫૧

ભારત

સંક્રમિત   -  ૧,૪૫,૪૪૮

સ્વસ્થ     -  ૬૦,૭૭૭

મૃત્યુઆંક  -  ૪૧૭૫

ટોપ ૧૦ રાજ્યો

રાજ્ય

સંક્રમિત

મૃત્યુ

મહારાષ્ટ્ર

૫૨,૬૬૭

૧૬૯૫

ગુજરાત

૧૪,૪૬૮

૮૮૮

તામિલનાડુ

૧૭,૦૮૨

૧૧૯

દિલ્હી

૧૪,૦૫૩

૨૭૬

રાજસ્થાન

૭૩૭૬

૧૬૭

મધ્યપ્રદેશ

૬૮૫૯

૩૦૦

ઉત્તરપ્રદેશ

૬૪૯૭

૧૬૯

આંધ્રપ્રદેશ

૨૯૮૦

૫૭

પ.બંગાળ

૩૮૧૬

૨૭૮

પંજાબ

૨૦૮૧

૪૦

ટોપ ૫ શહેર

શહેર

સંક્રમિત

મૃત્યુ

મુંબઇ

૩૧,૯૭૨

૧૦૨૬

થાણે

૬૯૫૮

૯૩

અમદાવાદ

૧૦,૫૯૦

૭૨૨

ચેન્નાઇ

૧૧,૧૩૧

૮૭

પૂણે

૫૯૯૬

૨૭૪

છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૩૫ નવા કેસ નોંધાયા તેમજ ૧૪૬ના મોત

(3:15 pm IST)