Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જો રોજેરોજ આમને આમ કેસ આવતા રહેશે તો

મુંબઇ કદાચ બની જશે વિશ્વનું હોટસ્પોટ

હાલ રશિયાના મોસ્કોમાં આવે છે રોજના સૌથી વધુ કેસ

મુંબઇ તા. ૨૬ : રશિયાની રાજધાની મોસ્કો પછી મુંબઇ દુનિયાનું એવું શહેર છે જ્યાં રોજના સૌથી વધારે કોરોના પોઝીટીવ કેસ જાહેર થઇ રહ્યા છે. મોસ્કોમાં રોજના સરેરાશ બે હજાર કેસ આવી રહ્યા છે જ્યારે મુંબઇમાં આ આંકડો ૧૫૦૦ની આજુબાજુ છે. જોકે, મોસ્કોમાં નવા કેસો આવવાનું ધીમે ધીમે ઘટી રહ્યું છે. જો મુંબઇમાં આ જ ઝડપ રહેશે તો તે દુનિયાનો સૌથી મોટો કોરોના હોટસ્પોટ બનશે.

મિડીયા રિપોર્ટ અનુસાર, મોસ્કોમાં અત્યાર સુધીમાં કુલ ૧.૬૬ લાખ કેસ જાહેર થયા છે અને તેમાંથી ૨૦૩૪ના મોત થયા છે. તો મુંબઇમાં કુલ કેસ ૩૧૭૮૯ અને મોતની સંખ્યા ૧૦૨૬ થઇ ગઇ છે. મુંબઇમાં ૩૦ હજારથી વધુ લોકો બિમાર છે. ૨૨ મે એ મુંબઇમાં ૧૭૫૧ નવા કેસ આવ્યા હતા જે મોસ્કો શહેર પછી દુનિયાભરમાં સૌથી વધારે છે.

(10:32 am IST)